google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હારીજ પાઘડી હોટેલ માં ફાયરીંગ કરી નાસી જનાર ત્રણેય ઈસમોને ગણતરીના કલાકમાં પકડી પાડતી હારીજ પોલીસ..

Date:

પાટણ તા. 4
પાટણ હારીજ હાઇવે માર્ગ પર બોરતવાડા નજીક મહેશભાઇ ચૌધરી ની પાઘડી હોટલ ઉપર ત્રણ ઇસમો એ જમવા બાબતે માથાકુટ કરી ગાળાગાળી કરી પોતાની પાસેની પીસ્તલથી એક રાઉન્ડ ફાયરીંગ કરી ખુન નીપજાવવાની કોશીશ કરી ફરાર થઈ ગયા હોવાની મહેશભાઈ ચૌધરી દ્વારા હારીજ પોલીસને જાણ કરાતા અને બનાવની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા દ્વારા ફાયરિંગ કરી રૂપિયા 9,000 ની લૂંટ ચલાવી ફરાર થયેલા ઇસમોને ઝડપી લેવા માટે આદેશ કરતા હારીજ પોલીસે ના.પો.અધિ. ડી.ડી.ચૌધરી રાધનપુર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ ના માણસો ની અલગ અલગ ટીમો બનાવી હોટેલ ની આજુબાજુ નો વિસ્તાર કોર્ડન કરી ગે.કા. વગર પાસ પરવાનાની હાથ બનાવટ ની એક પીસ્તલ તથા એક જીવતા કારતુસ સાથે ત્રણેય આરોપી ઓને પકડી પાડી પો.સ્ટે. લાવી અટક કરી પકડાયેલ આરોપી ઓની પુછ પરછ કરતાં તેઓ એ પોતા ના

આરોપી ઓ નામ

કીરીટસિંહ સરતાનજી વાઘેલા

રહે જમણપુર તા હારીજ જી પાટણ,

કમલેશ અણદા ભાઇ ઢીલા(આયર)

રહે.વોદડા તા ભચાઉ જી કચ્છ અને

દાનવીરસિંહ ઉર્ફે વક્તિસિંહ ભગવાનસિંહ વાઘેલા

રહે જમણપુર તા હારીજ જી પાટણ

હોવાનું જણાવ્યું હતું.પકડાયેલ આરોપી કીરીટસિંહ સરતાન જી વાઘેલા રહે જમણપુર તા હારીજ વાળા વિરુધ્ધમાં અગાઉ ચાણસ્મા પો.સ્ટે ગે.કા. હથીયારનો ગુનો દાખલ થયેલ છે. તથા મહારાષ્ટ્ર રાજય ખાતે આંગડિયા લુંટ નો ગુનો નોંધાયેલ છે.આમ, ફાયરીંગ કરી નાશી જનાર ઇસમો ને ગે.કા વગર પાસ પરવાના ના દેશી બનાવટ ની પીસ્તલ તથા જીવતા કારતુસ સહિત ના મુદામાલ સાથે ગણતરી ના કલાકોમા પકડી પાડી હારીજ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામા આવેલ છે.આ ગેરકાયદેસર હથિયાર ના સપ્લાય બાબતે વધુ તપાસ પાટણ SOG. પીઆઈ દ્વારા કરવામાં આવી રહેલ હોવા નું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે નવીન CHCનું લોકાર્પણ કરાયું..

પાટણ તા. 22 આરોગ્યની સુવિધા છેવાડાના લોકો સુધી પહોંચે...

પાટણના મિલકત ધારકો એડવાન્સ વેરો ભરવા માટે જાગૃત બન્યા..

પાટણના મિલકત ધારકો એડવાન્સ વેરો ભરવા માટે જાગૃત બન્યા.. ~ #369News

પિતા સમાન કાકાને કાંધ આપી અંતિમ સંસ્કાર કરતી ડો.જાનકી પંડ્યા..

પાટણ તા. ૧૬પાટણ જિલ્લાના એક ખાનગી ન્યૂઝ ચેનલમાં જિલ્લા...

ગુજરાત તુરી બારોટ સમાજના સંમેલનમાં ઉપસ્થિત હજારો લોકોએ ગ્રિન કમાન્ડોના સંકલ્પ ગ્રહણ કયૉ..

પાટણ તા. ૧૬ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની 133 મી જન્મજયંતિ...