છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પાણી અનિયમિત અને અપૂરતું આવતું હોવાની બુમરાડને સંતોષવા મહિલાઓની ઉગ્ર રજૂઆત..
પાટણ તા.20
ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઉણા ઉતર્યા હોય તેમ ઠેર ઠેર શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને શહેરીજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે તો ભર ઉનાળે જુદા જુદા વિસ્તારોની મહિલાઓમાં પાણીના પોકાર ઉઠતા રજૂઆત કરવા મહિલાઓના ટોળેટોળા પાલિકા ખાતે આવી રજુઆત કરી રહ્યા છે. ભાજપ શાસિત પાટણ નગર પાલિકા ના સત્તાધીશો અને ચૂંટાયેલી પાખની અણ આવડત ને કારણે શહેરના વોર્ડ નંબર પાંચ માં આવેલા જુદા જુદા વિસ્તારની મહિલા ઓમાં ભર ઉનાળાના પ્રારંભે પાણીના પોકાર ઉઠતા પાલિકા ખાતે રજૂઆત સંદર્ભે દોડી આવતી હોય છે. છેલ્લા ચાર દિવસથી અવિરતપણે વોર્ડ નંબર 5 ના જુદા જુદા વિસ્તારોમાંથી મહિલાઓ પાણીના પશ્નો ને લઈ રજૂઆત કરવા પાલીકા ખાતે આવતી હોય છે. ગુરૂવારે ઉનાળાના બળબળતા તડકામાં વોડૅ નં. 5 મા આવેલ નવજીવન સોસાયટી ની સિનિયર સિટીઝન મહિલા ઓએ પાણી માટે પાલિકા મા આવી ઉગ્ર રજૂઆત કરી સિનિયર સિટીઝન મહિલા ઓએ પોતાની સોસાયટીમાં ખૂબ જ ઓછું પાણી આવતું હોઇ ઉનાળામાં તેઓને તકલીફ વોડૅ ના નગર સેવકો પણ નહિ સાંભળતા સિનિયર સિટીઝન મહિલાઓને પાણીના પ્રશ્નો નું યોગ્ય નિરાકરણ લાવવા રજુઆત માટે ઉનાળાના બળબળતા તાપ મા પણપાલિકા ખાતે ધકકા ખાવા પડતા હોવાનો રોષ વ્યક્ત કરી વોટર વર્કર્સના ચેરમેન દીક્ષિત પટેલ, ક્લાર્ક ભરતભાઈ મોદી અને બાંધકામ સમિતિના ચેરમેન સમક્ષ રજુઆત કરતાં વોટર વર્કસ શાખાના ક્લાર્ક ભરતભાઈ મોદીએ સિનિયર સિટીઝન મહિલાઓને જણાવ્યું હતું કે નવજીવન સોસાયટી ખૂબ જૂની સોસાયટી હોવાથી અહીં બાંધકામ વધુ થતા હોવાને કારણે મોટરથી લોકો પાણી ઉપાડતા હોવાને લઈ ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાનું જણાવ્યું હતું સાથે સાથે નવજીવન સોસાયટીમાં ખૂબ જૂની પાઇપ લાઇન હોવાથી પણ પાણી ઓછું મળવાની સમસ્યા ઉભી થવાનું જણાવી આ મામલે યોગ્ય નિરાકરણ લાવવાની હૈયા ધારણા આપી સિનિયર સિટીઝન મહિલાઓનો ગુસ્સો શાત પાડ્યો હતો.