google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

S. S. C.બોર્ડની પરીક્ષામાં પાટણ જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવનાર વિદ્યાર્થીનીઓને પાટણ શહેર ભાજપ દ્વારા શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કરાઈ..

Date:

પાટણ તા. 27
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 10 મા ના જાહેર કરેલ પરિણામ માં પાટણ શહેરની બી એમ હાઇસ્કુલની વિદ્યાર્થી આસ્થા દરજી એ પાટણ જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત માં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે.

જ્યારે તેની જ સાથે અભ્યાસ કરતી તેની જ બહેનપણી સીમા સલાટે પણ પાટણ જિલ્લા માં બીજો નંબર અને ગુજરાતમાં પાંચમો નંબર પ્રાપ્ત કરી શિક્ષણ ક્ષેત્રે પાટણ નું નામ રોશન કર્યું હોય બંને વિદ્યાર્થી નીઓને શુભેચ્છા પાઠવવા પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ વિદ્યાર્થીનીઓના ઘરે જઈ બંને વિદ્યાર્થી નીઓને પ્રોત્સાહિત કરી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના સોપાન સર કરી પાટણ શહેરનું નામ રોશન કરે તેવી કામના વ્યક્ત કરી હતી.

પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ શહેરની બંને દીકરીઓ ને પ્રોત્સાહિત કરવા તેના ઘરે જઈ શુભેચ્છા આપવાના આયોજિત કરાયેલા આ કાર્યક્રમ માં શહેર ભાજપ પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, હેમંતભાઈ તન્ના, પાટણ નગરપાલિકા પક્ષના નેતા દેવચંદ ભાઈ પટેલ, ભૂગર્ભ શાખાના ચેરમેન જયેશભાઈ પટેલ, સહિત પાટણ નગરપાલિકાના મહિલા કોર્પોરેટરો, ભાજપ ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં છેલ્લા 13 વષૅ થી ધજા ચડાવવાનો લ્હાવો લેતો જોષી પરિવાર…

જોષી પરિવાર છેલ્લા 70 વર્ષથી જૂનાગંજ માં સેવા કેમ્પનું...

પાટણ સમીપ આવેલા અનાવાડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગામ તોરણ બંધાયુ..

પાટણ સમીપ આવેલા અનાવાડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગામ તોરણ બંધાયુ.. ~ #369News