પાટણ લોકસભા બેઠક 5 લાખ મતો થી વિજય બનાવવા માટે કાર્યકરોને આહવાન કરાયુ..
પાટણ તા. 22
પાટણ તાલુકાના સંખારી ગામ ખાતે આવેલ ગોગા જોગણી ધામમાં પાટણ તાલુકા ભાજપની કારોબારી બેઠક પ્રમુખ મગનભાઇ પટેલના અધ્યક્ષતામાં સોમવારે મળી હતી.બેઠકમાં મુખ્ય મહેમાન પદે રાષ્ટ્રીય મહિલા આયોગ ભારત સરકારના પૂર્વ સદસ્ય ડો.રાજુલબેન દેસાઈ,પ્રદેશ ભાજપ મંત્રી જયશ્રીબેન દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક ને સંબોધિત કરતાં ડો રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું.કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારને 9 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.ત્યારે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા 30 મી મે થી 30 મી જૂન સુધી જન સંપર્ક અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે ભારતીય જનતા પાર્ટી ના દરેક કાર્યકર એ લોકોના ઘર ઘર સુધી નો સંપર્ક કરી સરકાર ની સિધ્ધી ની જાણકારી પહોચાડવા તેઓએ અપીલ કરી હતી.પ્રદેશ ભાજપ મંત્રી જયશ્રીબેન દેસાઈએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી 5 લાખ મત થી વિજયી બને તે દિશામાં પાટણ વિધાન સભા માં કાર્યકર્તાઓ યોગદાન આપે તે માટે અપીલ કરી લોકસભાની ચૂંટણી ના કામે લાગી જવા માટે નું આહ વાન કર્યું હતું. કાર્યક્રમમાં તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર,હરિભાઈ પટેલ,વિનુભાઈ પટેલ સહિત અપેક્ષિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.