પાટણ તા. ૧૯
પાટણ જિલ્લામાં પણ સમગ્ર દેશની જેમ લોકસભા સામાન્ય ચૂંટણીની લહેર ચાલી રહી છે. જિલ્લામાં 7 મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે તમામ વર્ગોમાં વધુ ને વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અશોક ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લામાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શુક્રવારે પાટણની કોલેજમાં મતદાન જાગૃતિ અર્થે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
પાટણ જિલ્લાની એચ. એન. જી. યુ હસ્તકની તાલુકાની વિવિધ કોલેજોમાં મતદાર જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા યુવાઓમાં મતદાન પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ મતદાન કરવા માટે પ્રતિજ્ઞા પણ ગ્રહણ કરી હતી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં યુવાઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે આ પ્રકારના કાર્યક્રમો જિલ્લાની કોલેજોમાં કરવામાં આવી રહ્યા હોવાનો સ્વીપ નોડલ અધિકારી અશોકભાઈ ચૌધરી જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી