fbpx

વાગડોદ મુકામે નિ:શુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ અને આયુષ્ય માન કાડૅ માટે મેધા કેમ્પ યોજાયો..

Date:

350 દર્દીઓએ પોતાનું નિદાન કરાવ્યું : 60 લોકો ના આયુષ્ય માન કાડૅ કાઢી આપવામાં આવ્યાં..

પાટણ તા. 22
શ્રી માલધારી ફેસબુક પેજ પરિવાર, શ્રી નકળંગ ધામ વાગડોદ પરમ પુજય મહંતશ્રી ૧૦૦૮ શ્રી શંકરનાથ બાપુ ( ગુરુ શ્રી કાશી નાથ ),રાયકા ડોકટર એસોસિયેશન અને માલધારી ઈ-હેલ્પર્સ એપ્લિકેશનના સંયુકત ઉપક્રમે રવિવારે વાગડોદ મુકામે સર્વસમાજ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને આયુષ્માન કાર્ડ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ ને સફળ બનાવવા વાગડોદ વિસ્તાર ના સ્થાનીક રબારી સમાજ યુવા પરીવાર તેમજ સ્થાનીક કાર્યરત શ્રી સમાલ દ્રારકાધીશ ગૃપ,રામાધણી ગૃપ,ક્રિષ્ના ગૃપ પાટણ,શ્રી શિવગીરી ગૃપ, સમુહ લગ્ન સમીતી વાગડોદના તમામ સાથી મિત્રોએ જહેમત ઉઠાવી હતી. શ્રીજી કોમ્પલેક્ષ બસ સ્ટેશન વાગડોદ ખાતે આયોજિત આ કેમ્પ માં અમદાવાદ,પાટણ અને મહેસાણા ના 20 નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં મોટાભાગે હાડકાંના અને આંખના દર્દીઓ સાથે 350 લાભાર્થીઓએ લાભ લીધો હતો. અને 60 જેટલા લાભાર્થી ઓના આયુષ્માન કાર્ડ મેગા કેમ્પમાં કાઢી આપવામાં આવ્યા હોવાનું કેમ્પ ના આયોજકો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના જલારામ મંદિર ખાતે જલારામ બાપાની સન્મુખ વિવિધ પતંગોની મનોહર આગી કરાઈ..

પાટણ તા. ૧૩પાટણના જલારામ મંદિર ખાતે પ્રસંગોપાત જલારામ બાપાની...

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ..

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ.. ~ #369News

પાટણની પીપલાણા શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કેનાલમાં મોતની છલાંગ લગાવી..

પોલીસે મોતનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા.. પાટણ તા....