google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના કનસડા દરવાજા પાસે રમત ગમત સંકુલ સમીપ નિર્માણ પામનાર ઠંડા પાણીની પરબનું ખાતમુહૂર્ત કરાયું…

Date:

શ્રીમંત ફતેસિંહરાવ પુસ્તકાલય અને નગર પાલિકાના ઉપક્રમે શ્રીમતી હર્ષાબેન ભરતભાઈ શાહ ના સૌજન્યથી નવનિર્માણ પામનાર પાણી ની પરબ…

અંદાજિત ત્રણ લાખના ખર્ચે તૈયાર થનાર ઠંડા પાણીની પરબ 20 દિવસમાં કાર્યરત કરાશે..

પાટણ તા. 25
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય અને પાટણ નગરપાલિકા દ્વારા સંચાલિત શ્રીમતી હર્ષાબેન ભરતભાઈ શાહ ના સૌજન્ય અને દાતાઓ ના સહકાર થી શહેરના કનસડા દરવાજા પાસે રમત ગમત સંકુલ નજીક આકાર પામનાર અને 24 કલાક કાયૅરત રહેનાર ઠંડા પાણી ની પરબ નું ગુરૂવારે સૌજન્ય પરિવાર ના શ્રીમતી હર્ષાબેન ભરત ભાઈ શાહ તેમજ પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પાટણ શહેરના મહત્વના ગણાતા અને દિવસ દરમિયાન માનવ મહેરામણ ની ચહેલ પહેલ થી ધમધમતા કનસડા દરવાજા પાસે રમત ગમત સંકુલ નજીક આકાર પામનારી આ ઠંડા પાણીની પરબ અંદાજિત ત્રણેક લાખના ખર્ચે નિર્માણ થશે. જે ઠંડા પાણીની પરબ 20 દિવસની અંદર કાર્યરત બને એવું આયોજન હોવાનું શ્રીમંત ફતેસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય ના પ્રમુખ ડો શૈલેષભાઈ સોમપુરા જણાવ્યું હતું.ઠંડા પાણીની પરબના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌજન્ય પરિવારના મુંબઈ સ્થિત રહેતા ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે પાટણ શહેરની બી. ડી. હાઈસ્કુલમાં અભ્યાસ કરવાની સાથે સાથે પાટણ મારૂ વતન હોય વતનનું ઋણ અદા કરવા પરમ કૃપાળુ પરમાત્માએ મને શક્તિ આપી હોય જે શક્તિનો સદુપયોગ કરી આવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સેવાકીય સંસ્થામાં યથા શક્તિ દાન આપી મારી જાતને હું ધન્ય ભાગ માની રહ્યો છું અને આવી શક્તિ પરમાત્મા સદાય મને આપતા રહે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.

પાટણ નગરપાલિકા અને શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય સંચાલિત નવનિર્માણ પામનારી આ ઠંડા પાણીની પરબના ખાતમુહૂર્ત પ્રસંગે શ્રીમંત પાટણ ના કનસડા દરવાજા પાસે રમત ગમત સંકુલ સમીપ નિર્માણ પામનાર ઠંડા પાણીની પરબનું ખાતમુહૂર્ત કરાયું…શ્રીમંત ફતેસિંહરાવ પુસ્તકાલય અને નગર પાલિકાના ઉપક્રમે શ્રીમતી હર્ષાબેન ભરતભાઈ શાહના સૌજન્યથી નવનિર્માણ પામનાર પાણી ની પરબ…અંદાજિત ત્રણ લાખના ખર્ચે તૈયાર થનાર ઠંડા પાણીની પરબ 20 દિવસમાં કાર્યરત કરાશે..

પાટણ નગરપાલિકા અને શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય સંચાલિત નવનિર્માણ પામનારી આ ઠંડા પાણી ની પરબ ના ખાતમુહૂર્ત પ્રસંગે લાઇબ્રેરી નાં દાતા વિક્રમભાઈ નગરશેઠ, ભરતભાઇ પટોળાં વાળા, કોર્પોરેટર મનોજભાઈ પટેલ, ડૉ નરેશ દવે, હીનાબેન શાહ, જયેશભાઈ વ્યાસ, રાજેશભાઇ પરીખ, સુરેશભાઈ દેશમુખ, મહાસુખભાઈ મોદી, ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ દિલીપભાઈ પટેલ તથા અન્ય સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંયોજક નટુભાઈ દરજી આ પ્રોજેક્ટની સુંદર કામગીરી સંભાળનાર છે.

Share post:

Subscribe

Popular

More like this
Related