કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી..
પાટણ તા. 25
શ્રી સ્વામીનારાયણ મંદિર બિલિયા આયોજિત શ્રી કસ્ટભંજન દેવનો રજત પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ખાસ ઉપસ્થિત રહી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સંબોધન કરતા જણાવ્યુ હતું કે મારૂ સૌભાગ્ય છે કે આજના પાવન પ્રસંગેમાં સરસ્વતી, સાક્ષાત ગુરુદેવ અને તમામ હરિભક્તોના મને દર્શન થયા આજે બિલિયાનો ડંકો સુરતમાં પણ વાગી રહ્યો છે..
દાદાની ૧૨૫ વર્ષ પહેલાં બિલિયા મુકામે સ્થાપના થઇ ત્યારથી અહી લોકો ભક્તિના રંગે રંગાયા છે. આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાના છીએ. જીવનમાં આપણા પર રહેલા ઋણ ઉતારશું ત્યારે પરમકૃપાળુ પરમાત્માની બેંકમાં આપણું બેંક બેલેન્સ વધશે. જેથી દરેક વ્યક્તિએ ભક્તિ અને સેવાના માર્ગ અપનાવી સારા કર્મોની પૂંજી જમા કરવી જોઈએ.સિધ્ધપુરના બલિયા ગામ મુકામે યોજાયેલા આ રજત પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, શંભુ દેસાઈ, જશુભાઇ, દશરથભાઇ તેમજ સંગઠનનાં હોદ્દેદારો ઉપરાંત બહોળી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.