fbpx

પાટણના ઉર્વીલ મકવાણા એ નીટની પરીક્ષામાં 720 ગુણમાંથી 715 ગુણ સાથે ભારતમાં 69 મો નંબર અને ગુજરાતમાં પ્રથમ નંબર હાંસલ કર્યો..

Date:

પાટણ તા. ૫
સંગીત અને શિક્ષણની નગરી પાટણ શહેરનું નામ વધુ એક વખત ગૌરવવતું બન્યું છે. પાટણ શહેરના ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા નરેશભાઈ મકવાણા ના સુપુત્ર ઉર્વીલ મકવાણા એ વર્ષ 2024 ની નીટની પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી 720 ગુણ માથી 715 ગુણ સાથે સમગ્ર ભારતમાં 69 મા નંબરે અને ગુજરાત મા પ્રથમ નંબર પ્રાપ્ત કરી શિક્ષણ નગરી પાટણ શહેરને ગૌરવ આપ્યુ છે.

વર્ષ 2024 ની નીટની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી પાટણ શહેરને ગૌરવ અપાવવા બદલ ઉર્વીલ મકવાણાને સમાજ આગેવાનોએ તેઓના નિવાસ્થાને જઈ બુકે અને સાલથી સન્માનિત કરી તેઓની ઉજવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. નીટની પરીક્ષામાં પાટણના ઉર્વીલ મકવાણાએ ભારત માં 69 નંબર અને ગુજરાત માં પ્રથમ નંબર મેળવતા પરિવાર સહિત સમાજ અને શિક્ષણ નગરી પાટણ ગૌરવ અનુભવી ઉર્વીલ મકવાણા ની શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ થતી રહે તેવી શુભકામનાઓ  વ્યકત કરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા..

પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા.. ~ #369News

પાટણ નગરપાલિકા ની ગાડી અને ertiga વચ્ચે અકસ્માત સર્જાતા તુ તુ મેં મેં સજૉઈ…

ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધિશો દ્વારા નગરપાલિકાના સાધનો નો દુરુપયોગ...