કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 42 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જુલાઈ 2023 થી સરકાર દ્વારા નવો DA લાગુ કરવામાં આવશે.
7th Pay Commission DA Hike: કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 42 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જુલાઈ 2023 થી સરકાર દ્વારા નવો DA લાગુ કરવામાં આવશે. જો કે, સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં તેની જાહેરાત થવાની શક્યતા છે. તેના પછી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. એઆઈસીપીઆઈ (AICPI) ઈન્ડેક્સના અત્યાર સુધી જે આંકડા આવ્યા છે તે જોતાં આ વખતે ફરીથી DAમાં 4 ટકાનો વધારો થવાની સંભાવના છે. જો આમ થશે તો DA વધીને 46 ટકા થઈ જશે.
ચાક ટકા મોંઘવારી ભથ્થું વધવાની આશા
મે અને જૂન માટે AICPI ઇન્ડેક્સના આંકડા આવવાના બાકી છે. બાકીના ચાર મહિના ની જેમ તેમાં પણ તેજી આવવાની ધારણા છે. ડીએમાં 4 ટકાના વધારા સાથે કર્મચારી ઓનું વાર્ષિક મોંઘવારી ભથ્થું વધીને 1,68,636 રૂપિયા થઈ જશે. પરંતુ, તેના માટે તમારે સંપૂર્ણ ગણિત સમજવું પડશે.
નિષ્ણાતોનો અંદાજ છે કે જુલાઈ 2023માં મોંઘવારી ભથ્થા (Dearness allowance) માં 4 ટકાનો વધારો થઈ શકે છે. એટલે કે, તે 42 % થી વધીને 46 ટકા થશે. અત્યાર સુધી ડીએનો સ્કોર 45 ટકાને પાર કરી ગયો છે.
પે-બેન્ડ 5400 વાળાને મળશે 14,053 રૂપિયા ડીએ
જો મે અને જૂન માટે AICPI ઇન્ડેક્સનો આંકડો પણ 134.8 પર આવે છે, તો મોંઘવારી ભથ્થું વધીને 46 ટકા થવાનું નક્કી છે. હવે જો તમે પે બેન્ડ 5400 પર ડીએ વધારાની અસર વિશે વાત કરો, તો વાર્ષિક પગારમાં 14,664 રૂપિયાનો અંતર આવી રહ્યો છે. પે બેન્ડ 5400ની બેઝિક સેલેરી 30,550 રૂપિયા છે, જે મુજબ 42 ટકાના દરે વાર્ષિક મોંઘવારી ભથ્થું 1,53,972 રૂપિયા છે. પરંતુ જો તેમાં 4 ટકાનો વધારો થશે તો તે દર મહિને વધીને 14,053 રૂપિયા થઈ જશે. તે મુજબ વાર્ષિક મોંઘવારી ભથ્થું 1,68,636 રૂપિયા થાય છે.
એટલે કે 5400 રૂપિયાના પે બેન્ડવાળા કર્મચારીઓને 14,664 રૂપિયાનો વાર્ષિક લાભ મળશે. હાલમાં કર્મચારીઓને દર મહિને 12,831 રૂપિયા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, જે વધીને 14,053 રૂપિયા થવા જઈ રહ્યું છે.