google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ માર્કેટ યાર્ડમાં નવીન રોડની કામગીરી ને લઈને પાંચ દિવસ માર્કેટ યાર્ડની કામગીરી બંધ રહેશે..

Date:

તારીખ 7 જૂનથી તારીખ 11મી જૂન સુધી પાટણ માર્કેટ યાર્ડની કામગીરી બંધ રહેશે..

પાટણ તા. 6
પાટણ માર્કેટયાર્ડ માં 25/ 75 ની સરકારની સ્કીમ આધારે માર્કેટયાર્ડ દ્વારા સમગ્ર માર્કેટ યાર્ડના રોડો પર નવીન ડામર રોડ નું કામકાજ અંદાજીત રૂ. 2.22 કરોડના ખર્ચે ચાલું કરવામાં આવ્યું છે. આ નવીન રોડના કામને લઈને માર્કેટ યાર્ડના વેપારીઓ સહિત પોતાના ઉત્પાદિત થયેલા માલનું વેચાણ કરવા આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

ત્યારે માર્કેટ યાર્ડના ઇન્ટિરિયર સહિત ના મુખ્ય માર્ગોનું નવીનીકરણ શરૂ કરવાનું હોય જે રોડની કામગીરી દરમિયાન વેપારી ઓ ના બહાર પડેલા માલને નુકશાન ન પહોચે તે માટે વેપારીઓની રજુઆત ના પગલે તેમજ રોડનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરને પણ રોડનું કામ કરવામાં કોઈ જાતની હાલાકી ન ભોગવવી પડે અને માર્ગ નું કામ શું વ્યવસ્થિત રીતે થાય તેવા હેતુસર માર્કેટ કમિટી દ્વારા આગામી તારીખ 7/6/23 ને બુધવાર થી તા 11/ 6/ 23 ને રવિવાર સુધી એટલે કે પાંચ દિવસ માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવા માં આવ્યો હોવાનું તેમજ નવીન માર્ગ ની કામગીરી પૂર્ણ થતા તા. 12/6/23 ને સોમવાર થી માર્કેટયાર્ડ ની કામગીરી રાબેતા મુજબ ચાલું થશે તેવું માર્કેટ યાર્ડના સેક્રેટરી ઉમેદભાઈએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી વરાણા ના ખોડીયાર માતાજીના ૧૫ દિવસ ચાલેલા મહા મેળા નું હવન યજ્ઞ સાથે સમાપન કરાયું..

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ હવન યજ્ઞ યોજી માતાજીના...

અનાવાડા આરોગ્ય કેન્દ્ર નાં બકરાતપુરા ખાતે ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી.

અનાવાડા આરોગ્ય કેન્દ્ર નાં બકરાતપુરા ખાતે ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી. ~ #369News