ચેન્નઈ સુપર કિંગ્સે પાંચમી વખત IPL ટાઈટલ જીત્યું. IPL 2023ની ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઇ એ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું.
ચેન્નઈ સુપર કિંગ્સે પાંચમી વખત IPL ટાઈટલ જીત્યું. IPL 2023ની ફાઇનલ માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઇએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. જેના કારણે ડકવર્થ લુઈસ નિયમ દ્વારા CSKને ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.આ જીત બાદ ચેન્નઈને ઈનામ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા. હાર છતાં ગુજરાત ને 13 કરોડ રૂપિયા મળ્યા હતા.
ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગીલે IPL 2023 સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા. આ રીતે ઓરેન્જ કેપનો વિજેતા શુભમન ગિલ રહ્યો હતો. શુભમન ગિલે 17 મેચમાં 890 રન બનાવ્યા હતા. આ સાથે જ ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી હતી. મોહમ્મદ શમી એ 17 મેચમાં સૌથી વધુ 28 વિકેટ લીધી હતી. જ્યારે ગુજરાત ટાઇટન્સના મોહિત શર્મા અને રાશિદ ખાને 27-27 વિકેટ લીધી હતી.આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ ના પિયુષ ચાવલાએ 22 વિકેટ ઝડપી હતી.
IPL વિજેતા ટીમને કેટલા પૈસા મળ્યા?
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની CSK એ સતત પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું. IPL વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સે ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા.
ફાઇનલમાં હારેલી ટીમને કેટલા પૈસા મળ્યા?
ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને હારનો સામનો કરવો પડ્યો હતો,પરંતુ તેમ છતાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને પણ મોટી રકમ મળી હતી,ગુજરાત ટાઇટન્સને રનર અપ તરીકે 13 કરોડ રૂપિયા મળ્યા હતા.
ઓરેન્જ કેપ વિજેતા ગુજરાત ટાઇટન્સના ખેલાડી શુભમન ગીલને 15 લાખ રૂપિયા મળ્યા હતા. ગુજરાત ટાઈટન્સના પર્પલ કેપ વિજેતા મોહમ્મદ શમીને ઈનામી રકમ તરીકે 15 લાખ રૂપિયા મળ્યા હતા.
ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023 સીઝનનો ખિતાબ જીત્યો છે. આ રીતે ચેન્નઈ સુપર કિંગ્સ પાંચમી વખત IPL ટાઈટલ જીતવામાં સફળ રહી. હવે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સંયુક્ત રીતે સૌથી વધુ વખત IPL જીતનારી ટીમ બની ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે 5-5 વખત આઈપીએલ ટ્રોફી પર કબજો કર્યો છે.