પાટણ તા. 12
પાટણ શહેરના ભૂતનાથ ના અખાડા ના રહેવાશી તથા વૈજ્ઞાનિક રિસર્ચ ક્ષેત્રે નાની ઉમરે આંતરરાષ્ટ્રીય લેવલે રિસર્ચ પેપર સમીક્ષક તરીકે સ્થાન કાયમ કરનાર “મિકેનિકલ એન્જિનિયર વિવેકપુરી ગોસ્વામી” એ આંતર રિસર્ચ બૂક ના એડિટોરિયલ બોર્ડ મેમ્બર તરીકે સ્થાન પામી ને વધુ એક વખત વૈજ્ઞાનિક જગતમાં વિશ્વ લેવલે ગુર્જરધરા પાટણ ને ગૌરવ અપાવ્યું છે.પાટણ ના આ ખેડૂતપુત્રે એન્જિનિયરીગ અભ્યાસ શહેર ની જ સરકારી એન્જિનિયરિંગ કોલેજ માંથી મેળવી મિકેનિકલ એંન્જીનિયર ની ડિગ્રી મેળવી છે. રિસર્ચ ક્ષેત્રે વિશ્વ લેવલે વૈજ્ઞાનિક તરીકે પોતાનું નામ કાયમ કર્યું છે.
20 થી વધુ રિસર્ચ જર્નલ માં સમીક્ષક તરીકે સેવાઓ આપી છે. અને જાતે રિસર્ચ કરીને રિસર્ચ પેપર્સ અને પેટન્ટસ પણ પબ્લીશ કરાવી છે.હાલ તેઓ બાયોટેકનોલોજી રિસર્ચ ક્ષેત્રે કાર્ય કરતી એક્યુમેક્સ ગ્રુપ કંપની માં એન્જિનિયર તરીકે સેવા આપે છે.તાજેતરમાં જ કોલેજ ના SSIP સેલ દ્વારા કોલેજ દરમ્યાન રિસર્ચ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન તથા યોગદાન બદલ પ્રશંશા પત્ર થી તથા ગુજરાતની સૌથી મોટી યુનિવર્સીટી GTU દ્વારા શ્રેષ્ઠ લિડર શિપ બદલ આઈ સ્કેલ એવોર્ડ થી નવાજવા માં આવ્યા છે, ત્યારે તેમની સિદ્ધિ અને બૌદ્ધિક ક્ષમતાઓની નોંધ લઇને ભારત સરકાર ની રાજા રામમોહન રાય ISBN એજન્સી અને USA ની બાવકર ISBN એજન્સી દ્વારા રજીસ્ટરેડ “ઇટેરેટિવે ઇન્ટરનેશનલ પબ્લિશર (IIP)” અંતર્ગત ફેબ્રુઆરી 2024 માંપબ્લીશ થનારી આંતરરાષ્ટ્રીય રિસર્ચ પેપર્સની સિરીસ બૂક “મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભવિષ્યવાદી વલણો” માં “એડિટોરિયલ બોર્ડ મેમ્બર” તરીકે પસંદ કરી ને 23 વર્ષ ની નાની ઉમરે જ ઉચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
જેમાં તેમની સાથે એડિટર બોર્ડ મેમ્બર તરીકે તરીકે પી.એચડી. કરેલા અન્ય ત્રણ પ્રોફેસર્સ ને સમાવિષ્ટ કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.અહી ઉલ્લેખનીય છે તેમ, ઉચ્ચ ડિગ્રી અને અનુભવ ધરાવતા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો ની હરોળમાં આવી નાની ઉમરે જ એન્જિનિયર વિવેકપુરી એ પોતાના પરિવાર, દશનામ ગોસ્વામી સમાજ તથા સમગ્ર પાટણ ને રિસર્ચ ક્ષેત્રે વિશ્વ લેવલે ગૌરવ અપાવી એક આગવી ઓળખ ઊભી કરી છે.
અહેવાલ યશપાલ સ્વામી