યુનિ. ખાતે એકેડેમીક કાઉન્સીલની મળેલી બેઠકમાં નિણૅય કરાયો..
પાટણ તા.13
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે એકેડેમિક કાઉન્સિલ ની બેઠક મળી હતી. જેમાં આગામી સમયમાં શિક્ષણના સ્તરમાં સુધારો થાય અને કોલેજોમાં વિદ્યાર્થીઓ પૂરતી સંખ્યામાં અભ્યાસ કરે તે અંગે ખાસ ચર્ચા કરી કોલેજમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે એક કમિટી બનાવવા નો નિર્ણય કરવામાં આવ્યો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કા. કુલપતિ ડૉ.રોહિત દેસાઈ ની અધ્યક્ષતામાં યુનિવર્સિટી ની મળેલી કાઉન્સિલની બેઠકમાં ઍકેડેમિક શિક્ષણને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને વિવિધ અભ્યાસ ક્રમ નો નવા શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ મંજૂર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત યુનિવર્સિટી સંલગ્ન દરેક કૉલેજોમાં શિક્ષણની ગુણવત્તા જળવાય તે માટે કૉલેજોને ફાળવેલ વિદ્યાર્થીઓની બેઠકો મર્યાદિત ભરાય અને તેમાં યોગ્યસુવિધાઓ મળી રહે તે માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
સાથે સાથે શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે કા. ફુલપતિની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી જે કમિટી વર્ષ દરમિયાન વિવિધ કૉલેજોમાં સરપ્રાઈઝ વિઝીટ કરશે અને કોલેજ માં ફાળવેલી વિદ્યાર્થી ઓની સંખ્યા સામે વિદ્યાર્થીઓની હાજરી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ વગેરેનું નિરીક્ષણ કરીને યુનિવર્સિટી મા રિપોર્ટ કરવામાં આવશે જે રિપોર્ટ આધારે જરૂરી સુવિધાઓ ધરાવતી ન હોય તેવી કોલેજો સામે શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય કરવામાં આવશે. યુનિવર્સિટી ખાતે મળેલી એકેડમીની બેઠક માં યુનિવર્સિટીના કા. રજીસ્ટર ડો.ચિરાગભાઈ પટેલ, આસિસ્ટન્ટ રજીસ્ટાર કમલભાઈ મોઢ સહિત યુનિવર્સિટીના અધિકારીઓ, એકેડેમી કાઉન્સિલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા .
અહેવાલ યશપાલ સ્વામી