લાયકાત ધરાવતા ઉમેદવારો તા.19 ઓકટોબર સુધી અરજી કરી શકશે..
હાલ ના કા.કુલપતિ ,કા.રજીસ્ટાર વિવિધ વિભાગોના એચઓડી ,પ્રોફેસરો ઉપરાંત યુનિ સંલગ્ન કોલેજોના પ્રોફેસરો સહિત ના ઉમેદવારો દ્રારા અરજીઓ કરાઈ તેવી શક્યતાઓ..
પાટણ તા. 27 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ,પાટણના નવા કુલપતિ ની નિમણૂક માટેની પ્રક્રિયા યુનિવર્સિટી દ્રારા હાથ ધરવાની સાથે કુલપતિની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી યુનિવર્સિટી દ્વારા અરજી પત્રકો મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લે કુલપતિ તરીકે જવાબદારી સંભાળનાર ડો .જે .જે. વોરા નિવૃત થયા બાદ છેલ્લા એકાદ વર્ષથી યુનિવર્સિટીમાં કુલપતિની જગ્યા ખાલી પડેલ છે અને હાલમાં યુનિવર્સિટી કા. કુલપતિ પદે યુનિવર્સિટી ના રજીસ્ટાર ડો. રોહિત દેસાઈ કાયૅભાર સંભાળી રહ્યા છે.ત્યારે સરકાર દ્વારા યુનિવર્સિટી માં છેલ્લા એક વર્ષથી ખાલી પડેલી કુલપતિ ની જગ્યા ભરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કુલપતિ ની પસંદગી કરવા માટે ચાર સભ્યો ની સર્ચ કમિટી બનાવી છે . જેમાં રાજ્યપાલ ના નોમિનિટ એક સભ્ય, જે બી વી સી માંથી એક સભ્ય , ઇસી, એસી નોમિનેટ એક સભ્ય અને યુજીસીના એક સભ્ય ની સર્ચ કમિટી બનાવવામાં આવી છે અને તેમના દ્વારા યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટી ના કા. રજીસ્ટાર દ્વારા કુલપતિ નિમણૂક કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી આગામી 19-10-2023 સુધી માં અરજી પત્રકો મંગાવવામાં આવ્યા છે અને પત્રકો આવ્યા બાદ સર્ચ કમિટી તે અરજી પત્રકોની ખરાઈ કર્યા બાદ તેમાંથી ત્રણ ઉમેદવારોની પસંદગી કરીને સરકારમાં મોકલી આપશે અને છેલ્લે સરકાર દ્વારા કુલપતિ ની નિમણૂકની પ્રક્રિયા કરવામાં આવશે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના હાલ ના કા. કુલપતિ , કા. રજીસ્ટાર,વિવિધ વિભાગોના એચ.ઓ.ડી, પ્રોફેસરો ઉપરાંત વિવિધ કોલેજો ના આચાર્યો ,પ્રોફેસરો તરીકે જવાબદારી સંભાળી રહેલા અને કુલપતિની લાયકાત ધરાવતા વ્યક્તિઓ કુલપતિની નિમણૂક માટે અરજીઓ કરે તેવી ચર્ચા યુનિવર્સિટી વર્તુળોમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી