પાટણ તા.17
આગામી તા.30 જુન ને શુક્રવારના રોજ સવારે 10-00કલાકે મેસર્સ નોર્થ ગુજરાત એન્વધારો પ્રોજેકટ સંદર્ભે લોક સુનાવણી રાખવામાં આવેલી છે તે તાત્કાલીક કાયમી ધોરણે બંધ કરવાની લેખિત રજૂઆત સાથે ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોર દ્રારા ચેરમેન ગુજરાત રાજય પ્રદુષણ બોડૅ ને કરવામાં આવી છે.
અગાઉ તા.15 એપ્રિલ 2019 ના રોજ 10-00 કલાકે પ્રોજેકટ સ્થળ ઉપર આજ પ્રોજેકટની સનાવણી રાખવામાં આવેલી હતી પરંતુ આ પ્રોજેકટ બાબતે પર્યાવરણની ચિંતા કરતાં વિસ્તારના લોકો દ્વારા અને અનેક વિવિધ સંસ્થા દ્વારા આ પ્રોજેકટનો પ્રચંડ વિરોધ થયેલો અને ચાણસ્મા ગામ તથા આજુબાજુના ગામડા
વાળાઓએઆ પ્રોજેકટના વિરોધમાં ગામ ઠરાવો કરેલા અને જે તે વખતે કલેકટર, પાટણને મોકલી આપેલા અને વિરોધનોંધાવેલા આ કારણે આ સુનાવણી મુલતવી રાખવાની ફરજ પડેલી.તે પછી તા.11 જુન 2019 ને મંગળવાર ના રોજ 11-00 કલાકે સુનાવણી માટે બીજી તારીખ આપેલી અને તે પણ ઉગ્ર વિરોધના કારણે એ બંધ રાખવામાં આવેલી.
હવે આ પ્રોજેકટની લોક સુનાવણી તા.30 જુન 2023 ના રોજ સવારે 10-00 કલાકે પ્રોજેકટ સ્થળ ઉપર રાખેલી છે તો મારા વિસ્તાર માંથી લોકોની તથા અનેક સંસ્થાઓની મારી સમક્ષ રજુઆત આવી છે કે આ પ્રોજેકટ જો બનાવામાં આવશે તો તેની પયૉવરણમાં ખુબ માઠી અસર પડે તેમ છે અને આ બાબતે પ્રચંડ વિરોધ લોકોમાં હોઈ અને વિસ્તારના લોકોની માંગણી હોઈ તો આ લોક સુનાવણી કાયમી ધોરણેના મંજુર કરી અને આ પ્રોજેકટ આ વિસ્તારમાં કાયમી ધોરણે બંધ થાય તેવી ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજીઆતાજી ઠાકોર દ્રારા લેખિત રજૂઆત સાથે માંગણી કરવામાં આવી છે.
અહેવાલ યશપાલ સ્વામી