fbpx

પાટણ જિલ્લામાં આવેલ આશ્રયસ્થાનોમાં ICDS વિભાગ દ્વારા સરાહનીય કામગીરી…

Date:

ICDS વિભાગ દ્વારા આશ્રયસ્થાનો પર ફળ, સુખડી અને ગરમ નાસ્તાઓનું વિતરણ…

દાતાશ્રીઓના સહયોગ થી કિશોરીઓને આપવામાં આવી રહ્યા છે સેનેટરી નેપકિન..

પાટણ તા.17
પાટણ જિલ્લામાં બીપીરજોય વાવાઝોડાની પરિસ્થિતિના પગલે રક્ષણ અર્થે કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયે પાટણ જિલ્લામાં ૧૨૧ આશ્રય સ્થાનો આવેલા છે જેમાં ૩૯૦૬ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જિલ્લામાં આવેલા આશ્રય સ્થાનોમાં ICDS વિભાગ દ્વારા કલેકટર અરવિંદ વિજયન અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીના માગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.

પાટણ જિલ્લામાં આવેલા આશ્રયસ્થાનોમાં આશ્રય લઈ રહેલા લાભાર્થીઓને સુખડી, ફળ તેમજ ગરમ નાસ્તો બનાવી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ICDS વિભાગના સંકલનમાં રહીને દાતાઓના સહયોગથી સેનેટરી નેપકિનનું પણ વિતરણ કરી સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. લાભાર્થીઓને સીધુ અનાજનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

જિલ્લામાં બીપરજોય વાવાઝોડાના પગલે ICDS વિભાગ ના ગૌરીબેન સોલંકી અને તેમની ટીમ દ્વારા વહીવટી તંત્રના સંકલનમાં રહીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાની ધો.10 અને 12 ની 11000 વિદ્યાર્થીનીઓએ નમો લક્ષ્મી યોજનામાં રજિસ્ટ્રેશન કરાવ્યું..

પાટણ તા. ૧૩ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં અભ્યાસ...

ઉ. ગુ. માં સૌ પ્રથમ ધારપુર મેડિકલ કોલેજને કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી માટે કેન્દ્ર ફાળવાયુ..

જન્મથી જ બહેરાશ ધરાવતા બાળકોના ઓપરેશન ધારપુર ખાતે થશે… પાટણ...

શ્રી પરશુરામ કો – ઓપ. ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મળી…

સો ટકા લોન ધારકો પાસેની વસુલાતને સૌએ સરાહનીય લેખાવી… પાટણ...