google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

યુનિ.ખાતે કેમેસ્ટ્રી વિભાગ અને બહ્માકુમારી ના દ્રારા યોગા અને હોલિસ્ટિક ગ્રોથ ઓફ સ્ટુડન્ટ વિશે સેમિનાર યોજાયો..

Date:

પાટણ તા. 26.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી અને બ્રહ્માકુમારી પાટણના સંયુક્ત ઉપક્રમે યોગા & હોલિસ્ટીક ગ્રોથ ઓફ સ્ટુડન્ટ વિષય પર સોમવારે એક દિવસીય સેમીનાર આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં પાટણ બ્રહ્માકુમારીના નિલમદીદી, નિતાદીદી અને યોગાચાર્ય સંજીવભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બહ્માકુમારી નિતાદીદી દ્વારા જીવનમાં ધ્યાન કરવાથી થતા ફાયદા અને તેની અગત્યતા વિષે માહિતી આપી હતી. તો નિલમદીદી દ્વારા કુટેવો અને વ્યસનથી દૂર રહી સ્વસ્થ્ય જીવન જીવવાની રીત પર પ્રકાશ પાડ્યો હતો. યોગાચાર્ય સંજીવ કુમાર દ્વારા વિદ્યાર્થી નિત્ય યોગ અને ધ્યાન ની પદ્ધતિ શીખવવામાં આવી હતી.

વિભાગના અધ્યક્ષ ડૉ. સંગીતા શર્મા દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં યોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે આ અભ્યાસક્રમ રિસર્ચ ક્ષેત્રે આગળ આવી આ ક્ષેત્રમાં કેરિયર પણ બનાવી શકાય તેમ હોવાનું જણાવી આ અભ્યાસક્રમ નેટની પરીક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

આ સેમીનારમાં સેનેટ મેમ્બર પાર્થ બારોટ, યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રજીસ્ટાર પારુલબેન ત્રિવેદી, વિભાગના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા તિરંગા હોટલ ખાતેથી વિદેશી દારૂ ના જથ્થા સાથે ચાર શખ્સો એલસીબીની ઝપટે ચડ્યાં..

ચાણસ્મા પોલીસે પણ દારૂના જથ્થા સાથે એક બુટલેગર પકડયો..પાટણ...

યુનિવર્સિટી ની સિક્યુરિટી પ્રપોઝ હેતુસર યુનિવર્સિટી મા વોકીંગ માટે આવનાર વ્યક્તિઓને આઈકાર્ડ અપાશે : કુલપતિ..

યુનિવર્સિટીમાં આવતા તમામ લોકોનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાશે..યુનિવર્સિટી કેમ્પસ માંથી...