fbpx

ચાણસ્મા તિરંગા હોટલ ખાતેથી વિદેશી દારૂ ના જથ્થા સાથે ચાર શખ્સો એલસીબીની ઝપટે ચડ્યાં..

Date:

ચાણસ્મા પોલીસે પણ દારૂના જથ્થા સાથે એક બુટલેગર પકડયો..

પાટણ તા. 3
પાટણ શહેર અને જીલ્લામાંથી દારૂ- જુગારની બદી ને નેસ્તનાબૂદ કરવા જિલ્લા પોલીસ વડા ની સુચના અનુસંધાને એલ.સી.બી.ઈન્ચાજૅ પીઆઈ સહિત સ્ટાફના માણસોએ તપાસનાં ચક્રોગતિમાન કયૉ છે ત્યારે ચાણસ્મા પો.સ્ટે. વિસ્તારમા ટીમ પેટ્રોલીંગ કરી રહી તે દરમ્યાન મળેલ બાતમી આધારે ચાણસ્મા ખાતે આવેલ તિરંગા હોટલ ખાતે ઓચિંતો છાપો મારતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલો/ટીન નંગ-235 કુલ કિ.રૂ.48637/- નો મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-4 કિં.રૂ.15500/- અને રોકડ રૂ.39890/- મળી કુલ રૂ. 104027/- ના મુદ્દામાલ સાથે પટેલ મહેશભાઇ સિતારામભાઇ કિશોરભાઇ રહે. મુળ સવાડીયાનો માઢ જુની નવચેતન હાઇસ્કુલ પાસે તા ચાણસ્મા જી.પાટણ હાલ રહે પાટણ અર્બુદાનગર સોસાયટી લીલીવાડી, પટેલ કિરીટકુમાર રમેશભાઇ ઇશ્વરભાઇ રહે. ચાણસ્મા સવાડીયાનો માઢ તા.ચાણસ્મા,ઠાકોર જગદીશજી વિરસંગજી ગંભીરજી રહે. ચાણસ્મા ઇન્દિરા નગર રોયલ પેલેસ હોટલ સામે તા.ચાણસ્મા જી.પાટણ અને ઠાકોર પ્રકાશજી ભવાનજી ચતુરજી રહે ચાણસ્મા ઇન્દિરા નગર દશામાનો ચોક તા.ચાણસ્મા જી.પાટણ વાળાની અટકાયત કરી ચાણસ્મા પોલીસ ને સોપવામાં આવ્યા હતા.

તો ચાણસ્મા પોલીસે પણ દારૂ જુગારની બદીને ડામી દેવા હાથ ધરેલી કામગીરી દરમ્યાન સંજયસિંહ ઉર્ફે તીસ માર ફતેસિંહ પરમાર (દરબાર) રહે જાખાના તા.ચાણસ્મા વાળાને જાખાના ગામે આવેલ પટેલ સમાજની વાડીની એકાદ કિલોમીટર આગળ ખરાબાની જગ્યા ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની બોટલો તથા બીયરના ટીન નંગ- 828 કી.રૂ.95772/- ના મુદામાલ સાથે આબાદ ઝડપી તેના વિરૂધ્ધમાં ચાણસ્મા પોલીસ મથકે પ્રોહીબીશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલે ધારાસભ્ય ડો. કિરીટ પટેલને સન્માનિત કયૉ..

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલે ધારાસભ્ય ડો. કિરીટ પટેલને સન્માનિત કયૉ.. ~ #369News

સાતલપુર તાલુકાના પાટણકા ગામની સીમમાં ચરી ને પરત ફરતા 35 ઘેટાંઓના મોત નિપજ્યા..

સાતલપુર તાલુકાના પાટણકા ગામની સીમમાં ચરી ને પરત ફરતા 35 ઘેટાંઓના મોત નિપજ્યા.. ~ #369News

પાટણ લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે 7 ફોર્મ ભરાયા..

પાટણ લોકસભા બેઠક પર ટોટલ 13 ઉમેદવારોએ 19 ફોર્મ...

રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણી મેળવવા મહિલાઓ ની કસરત..

રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણી મેળવવા મહિલાઓની કસરત.. ~ #369News