fbpx

યુનિવર્સિટી ની સિક્યુરિટી પ્રપોઝ હેતુસર યુનિવર્સિટી મા વોકીંગ માટે આવનાર વ્યક્તિઓને આઈકાર્ડ અપાશે : કુલપતિ..

Date:

યુનિવર્સિટીમાં આવતા તમામ લોકોનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાશે..

યુનિવર્સિટી કેમ્પસ માંથી દારૂની મળેલી ખાલી બોટલો મામલે યુનિવર્સિટી સત્તાધીશો કડક વલણ અપનાવશે..

પાટણ તા. 4 પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં રવિવાર જાહેર રજા અને સોમવારે ગાંધી જયંતી ની જાહેર રજા હોય ત્યારે સોમવારના દિવસે વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી કેમ્પસ માથી વિદેશી ખાલી દારૂ ની બોટલો મળેલ હોવાના મામલે યુનિવર્સિટી ના કાર્યકારી કુલપતિ ડો. રોહિત દેસાઈ એ જણાવ્યું હતું કે આ ઘટના અંગે બહુ જ વિચારીને સિક્યુરિટી પ્રપોઝ ના હેતુસર સાંજે છ થી રાત્રે 10 સુધી કેટલાય લોકો યુનિવર્સિટી કેમ્પસમાં વોકીંગ આવે છે અને સવારે પણ આવે છે એ જ રીતે ચાલુ યુનિવર્સિટીએ પણ કેટલાક લોકો યુનિવર્સિટીની અંદર આવતા હોય છે. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીનેયુનિવર્સિટી દ્રારા પોલીસ ફરિયાદ પણ નોંધાવેલી છે. અને પોલીસ એની કામગીરી કરશે અને યુનિવર્સિટી પણ આ ઘટના ના મૂળ સુધી જવાનો પ્રયત્ન પણ કરી રહી છે. એ ઉપરાંત યુનિવર્સિટીની અંદર ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલી છે અને બપોરે વિદ્યાર્થીનીઓ પણ અભ્યાસ કરે છે તો આ બધા જ સલામતીના પગલાં અંતર્ગત યુનિવર્સિટીમાં વોકીંગ માટે આવનાર દરેક વ્યક્તિ ના હાલમાં ડેટા તૈયાર કરવામાં આવી રહ્યા છે. એ ડેટા ના આધારે એમને આઇડેન્ટીકાર્ડ આપવામાં આવશે જેના આધારે યુનિવર્સિટી ની સમય મર્યાદામાં તે લોકો મોર્નિંગ અને ઈવનિંગ વોક કરી શકશે. તો યુનિવર્સિટી ચાલુ હોય ત્યારે વહીવટ ભવનની કામગીરી અર્થે કોઈ પણ વિદ્યાર્થીઓ જ્યારે આવતા હોય ત્યારે એમને પણ એ કયા કામ હેતુ માટે આવે છે અને કયા વિભાગમાં એમને જવાનું છે એ પણ રજીસ્ટરમાં નોંધ કરવામાં આવશે. કોઈપણ ગાડી જ્યારે બહારથી અંદર આવશે તે ગાડીનો નંબર ગાડીનો મૂળ માલિક કોણ છે અને શાના માટે એ યુનિવર્સિટીની અંદર આવ્યા છે આવા તમામ પગલાંઓ દ્વારા યુનિવર્સિટી ની સુરક્ષાઓમાં વધારો કરાશે અને આવી લાછંનરૂપ ઘટનાઓ બને છે એ ઘટનાઓને આપણે સૌ સાથે મળીને એક સુંદર વાતાવરણ દ્વારા આજે શિક્ષણની ભૂમિ અને આ પાટણની સંસ્કાર નગરીને આપણે ઉચ્ચતમ લઈ જવા માટે સૌનો સાથ અને સૌને સાથે રહીને આપણે આ કાર્ય કરીશું. આપણા જ ભાઈઓ અને આપણા જ બહેનો અહીં અભ્યાસ કરે છે એટલે સૌ સાથે મળીને શિક્ષણ નગરીને ઉચ્ચ સ્થળે લઈ જઈએ તેવી આશા તેઓએ વ્યકત કરી હતી. તો યુનિવર્સિટી કેમ્પસ માથી મળેલી ખાલી દારૂ ની બોટલો મામલે પાટણ પોલીસ દ્રારા યુનિવર્સિટી કેમ્પસ ના સીસીટીવી કેમેરા ના કુટેજો મેળવી આ મામલે ઝીણવટભરી તપાસ કરી કસુરવારો સામે કડક કાર્યવાહી કરાશે તેવો આશાવાદ યુનિવર્સિટી ના કાર્યકારી કુલપતિ ડો. રોહિત દેસાઈ એ વ્યકત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

જિ. વિ.અધિકારી અને નિવાસી અધિક કલેકટરે પોસ્ટલ બેલેટ થી મતદાન કર્યું…

મતદાનના દિવસે મત આપીને તંદુરસ્ત લોકશાહીમાં પોતાનું યોગદાન આપો:...

પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે માર્ગો પર ટ્રાફિક ઇન્ફર્મેશન ને લઈ 14 ટીમ કામે લગાડી..

પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે માર્ગો પર ટ્રાફિક ઇન્ફર્મેશન ને લઈ 14 ટીમ કામે લગાડી.. ~ #369News

પાટણ જિલ્લાનાં 40 આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા આયોજન ઘડાયું..

વિભાગીય નાયબ નિયામક,ગાંધીનગરના ડૉ. એસ.કે.મકવાણા એ તાલુકાના સેન્ટરોની મુલાકાત...