પાટણ તા. 1
આગામી ટૂંક જ સમયમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ રીપીટર વિદ્યાર્થીઓ કે જેઓની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે તેવા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાનાર છે.
મોટા ભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ન્યૂનતમ લાયકાત સ્નાતક કક્ષા રહેતી હોય છે ઉપરાંત વિદ્યાર્થીકાળ દરમિયાન કારકિર્દી માટે એક વર્ષ ખૂબ મહત્વનું રહેતું હોય છે જેને ધ્યાનમાં લઇ શનિવારે સેનેટ મેમ્બર પાર્થ બારોટ દ્વારા યુનિવર્સિટી ના કા.કુલપતિ ડૉ.રોહિત ભાઈ દેસાઈને આવેદનપત્ર આપી આગામી સમયમાં શરૂ થનાર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ સાથે રેગ્યુલર વિદ્યાર્થીઓ કે જેઓ સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-૬ અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-૪ માં નાપાસ છે તેવા વિદ્યાર્થીઓને એક તક આપી આવા વિદ્યાર્થીઓને આગામી સમયમાં શરૂ થનાર પરીક્ષાઓમાં સમાવેશ કરી વિદ્યાર્થી હિતમાં નિર્ણય લઈ ઘટતું કરવા રજુઆત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી