પાલિકા ટાઉન પ્લાનિંગ કમીટીએ રેલ્વેની મંજૂરી વિના થતાં ત્રણ સહિત પ્રોગ્રેસ રિપોર્ટ રજુ ન કરનારા બાંધકામોને નોટીસો આપવાનો નિર્ણય કર્યો..
પાટણ તા. 1
પાટણ શહેરમાં હાલમાં પાંચેક જેટલી મિલકતોનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું હોવા છતાં તેને રજાચિઠ્ઠી આપી દેવાયા બાદ તેનાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરી દેવા માટે નિયમોની વિરુધ્ધમાં જઇને તેમની ઇમ્પેકટ ફી ભરાવી દેવામાં આવી હોવાની બાબત અંગે સરકારમાં રજુઆત બાબતે શુક્રવારે મળેલી ટાઉન પ્લાનિંગ કમીટી ની બેઠકમાં ચચૉ વિચારણા કરવામાં આવી હતી. પાટણ નગરપાલિકાની ટાઉનપ્લાનીંગ કમિટીની યોજાયેલી બેઠકમાં કેટલાક મહત્વનાં વિષયો પર ચર્ચા દરમ્યાન પાટણ પાલિકાની સામાન્ય સભાનાં તા. ૨૪-૧-૨૩નાં ઠરાવ મુજબ પાટણ નગરપાલિકા દ્વારા જેમને શરતી બાંધકામ પરવાનગી આપી હોય તેવા રેલ્વે, વીજ કંપની, કેનાલ, પુરાતત્વ વિભાગ જેવા સરકારી વિભાગોનું એનઓસી રજુ કરવાનું હોય છે. આવી તમામ બાંધકામ પરવાનગી ધારકોને નગરપાલિકા દ્વારા નોટીસ આપવાનું ઠરાવ્યું હતું. પાટણમાં રેલ્વેની પરવાનગી એનઓસી ન મેળવનારી ત્રણ મિલકતોને નોટીસ આપી એનઓસી રજુ કરવા માટે દિન-૭નો સમય આપવો અને ૭ દિવસમાં તેઓએ સંબંધિત વિભાગની એનઓસી નગરપાલિકામાં રજુ કરવાની રહેશે. અને જે રજુ નહિં કરે તેની બાંધકામ પરવાનગી રદ કરવા જણાવાયું હતું. પાટણમાં રેલ્વે ટ્રેક નજીક આવા ત્રણ બાંધકામો ચાલી રહ્યા છે. આ ઉપરાંત પાટણ શહેરમાં ચાલી રહેલાં કોમર્શિયલ બાંધકામોનાં ધારકોએ સીજીડીઆરની જોગવાઇ મુજબ નગરપાલિકાએ અગાઉ નોટીસ આપેલી પરંતુ તેઓએ તેમનો પ્રોગ્રેસ રિપોર્ટ રજુ ન કર્યો હોય તેવા કોમર્શિયલ બાંધકામોને ૭ દિવસમાં પ્રોગ્રેસ રિપોર્ટ રજુ કરવા અને જો તે રજુ ન થાય તો રજાચિઠ્ઠી રદ કરવાનો નિર્ણય કરાયો હતો. પાટણનાં ચાણસ્મા હાઇવે ઉપર સરદાર પટેલ શાકમાર્કેટની સામે રેમ્પની જોગવાઇ નહિં કરીને જીસીડીઆરનાં નિયમોનો ભંગ કરનાર જમીન માલીકને ૩૦ દિવસનો સમય આપી નોટીસ આપવાનું નક્કી કરાયું હતું. પાટણનાં જુના બસ સ્ટેન્ડ પર દેનાબેંકની પાસે ગજાનન કોમ્પલેક્ષની પાછળનાં ભાગે બની રહેલા બાંધકામને જીડીસીઆર મુજબ પરવાનગી રદ કરવાનું કમીટી બેઠકમાં ઠરાવાયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું
અહેવાલ યશપાલ સ્વામી