સતત 38 વષૅ સુધી સરકારી ફરજ બજાવનાર પરમારની કામગીરીને સૌએ સરાહનીય લેખાવી.
પાટણ તા. 1
સતત 38 વર્ષથી જુદા જુદા જિલ્લામાં સરકારી સેવા બજાવનાર અને ગત તા. 30 જુનના રોજ વયમર્યાદા ને લીધે નિવૃત થતાં પાટણ શહેર મામલતદાર ડી.ડી.પરમાર નો વય નિવૃત વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
પાટણ શહેર મામલતદાર તરીકે છેલ્લા એક વષૅથી પ્રસંસનિય કામગીરી કરનાર ડી. ડી. પરમારે વિધાનસભાની સામાન્ય ચુટણી, બિપરજોય વાવાઝોડામાં કરેલી કામગીરી ને જિલ્લા કલેકટર દ્વારા પણ સરાહનીય લેખાવી હતી. ત્યારે આવા કમૅઠ મામલતદાર વયમર્યાદા ને લઇ નિવૃત થતાં આયોજિત કરવામાં આવેલ કાર્યક્રમ મા પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ, પાટણ ગ્રામ્ય મામલતદાર સંદિપ મહેતા, ના. મામલતદાર ભાવેશ સુથાર સહિત મામલતદાર કચેરી સ્ટાફ પરિવાર અને વ્યાજબી ભાવની દુકાનદારો,મધ્યાહન ભોજન સંચાલકો, પાટણ ના પ્રબુધ્ધ નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વય નિવૃત થતાં ડી. ડી.પરમારને શ્રીફળ,શાકર,સાલ સહિત મોમેન્ટો અપૅણ કરી નિવૃત જીવનની શુભેચ્છાઓ પાઠવી તેમના કાયૅકાળ દરમ્યાન કરાયેલ કામોની સરાહના કરી હતી.આ પ્રસંગે નિવૃત થતાં ડી. ડી. પરમારે પોતાની સરકારી ફરજ દરમ્યાન મળેલ સૌના સહકાર બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી