પાટણ તા. 20 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહેંધરી યોજના અંતર્ગત સરવા ગામમાં આવેલ અમૃત સરોવર પાસે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને ગ્રામજનો સાથે સીધા સંવાદ સાથે વુક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સરવા ગ્રામવાસીઓ દ્વારા જિલ્લા કલેકટર અરવિંદ વિજયનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલેકટરે ગામના મહાકાળી માતાજીના દર્શન કરી આર્શિવાદ મેળવી અમૃત સરોવર ખાતે સરવા ગ્રામવાસીઓ સાથે સીધો સવાંદ કર્યો હતો.
ત્યારબાદ જિલ્લા કલેકટરે અમૃત સરોવરની પાસે આયોજિત કરવામાં આવેલ વૃક્ષારોપણકાર્યક્રમ માં સહભાગી બન્યા હતા જયાં કલેકટર સહિત ના મહાનુભાવો દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાકલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકી, DRDA નિયામક આર.કે. મકવાણા , તાલુકા પંચાયત પાટણ પ્રમુખ લક્ષ્મીબેન પટેલ, તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઇ પરમાર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી