સંડેર મુકામે શ્રી ખોડલધામ ઉતર ગુજરાતના કન્વીનરો અને સભ્યો ની મીટીંગ યોજાઈ..
સંડેર ખાતે નવ નિમૉણ પામનાર શ્રી ખોડલધામ પરિસર ખાતે વૃક્ષારોપણ કરાયું..
પાટણ તા. ૨૫
શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાતના કન્વીનરો અને સભ્યોની મહત્વની મીટીંગ ગુરૂવારના રોજ સંડેર મુકામે શામળભાઈ જેઠાભાઈ પાર્ટી પ્લોટ ખાતે અધ્યક્ષ નરેશભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં મળી હતી. મીટીંગ મા ઉપસ્થિત પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લા ના કન્વીનરો સહિત સંડેર સહિત આજુ બાજુ ના ગ્રામજ નોએ શ્રી ખોડલધામ ના મંદિર નિમૉણ બાબતે મુકત મને પ્રશ્નોતરી કરી વહેલી તકે સંડેર મુકામે સૌરાષ્ટ્ર ના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ ની પ્રતિકૃતિ રૂપ મીની ખોડલધામ નું નિમૉણ કરવામાં આવે તે દિશામાં કાયૅ નો પ્રારંભ કરવા જણાવ્યું હતું.
શ્રી ખોડલધામ ઉતર ગુજરાત ના કન્વીનરો સહિત સભ્યો ની મળેલી આ મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહેલા ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલે પોતાના ઉદબોધન મા જણાવ્યું હતું કે ખોડલધામ ગુજરાત ના ૧૧ ઝોનમાં વહેચાયેલ છે ત્યારે ખોડલધામ સંસ્થા ની પારદર્શિતા મહત્વની છે. ખોડલધામ નું નિમૉણ ફકત ધાર્મિકતા પુરતુજ નહીં પરંતુ તેની સાથે સાથે આરોગ્ય,શિક્ષણ અને ખેડૂતલક્ષી સહિતની સેવાઓ પ્રદાન કરવાનું રહેલું હોવાનું જણાવી ખોડલધામ ના નિમૉણ કાયૅમાં સૌએ તન, મન અને ધનથી સહયોગી બનવા તેઓએ અપીલ કરી હતી.
આ મીટીંગ મા ઉપસ્થિત રહેલ પાટણના ધારાસભ્ય અને ખોડલધામ ના ટ્રસ્ટી ડો.કિરીટ પટેલે સંડેર ખોડલધામ ના નિમૉણ બાબતે રૂપરેખા રજુ કરી આ મંદિર નિમૉણ ની શુભેચ્છાઓ પાઠવી હતી. ડો. ભારતી બેન પટેલ સૌ મહાનુભાવો ને શાબ્દિક શબ્દો થી આવકાયૉ હતાં જયારે ખોડલધામ ઉતર ગુજરાતના કન્વીનરો સહિત ના સભ્યો દ્વારા ચેરમેન નરેશભાઈ પટેલ ને બુકે થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. મીટીંગ ની આભાર વિધિ દૈવત પટેલે કરી હતી.
સંડેર ખાતે મીટીંગ પૂણૅ થયા બાદ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાતના કન્વીનરો સહિતના સભ્યો સાથે ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ સંડેર મુકામે આકાર પામનાર શ્રી ખોડલધામ સંકુલ ખાતે મંદિર પ્લાન નું નિરિક્ષણ કરી પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપાણ કરી તેના જતન સાથે સંડેરના ખોડલધામ ને હરિયાળું બનાવવા સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
આ વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટી અને પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, નેહલ ભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, સહિત ના આગેવાનો સાથે શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત કન્વીનરો તેમજ કમિટીના સભ્યો, સમાજ ના સેવાભાવી યુવાનો સાથે પાટણ જિલ્લા વન વિભાગ અધિકારી ડો. બિન્દુબેન પટેલ સહિત સ્ટાફે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી