fbpx

પાટણ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ….

Date:

પાટણ તા. ૧૫
પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને શનિવારે જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્ય દ્વારા વિવિધ વિભાગોને પુછાયેલા પ્રશ્નોની સબંધિત વિભાગના અધિકારી ઓ દ્વારા પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામા આવી હતી.

કલેકટરે ધારાસભ્ય દ્વારા મીટિંગમા ચર્ચવામા આવતા મુદ્દાઓ અને સમસ્યા ઓ પરત્વે ધ્યાન આપી પ્રશ્નનો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ અધિકારીઓને સુચન કર્યું હતું. આ બેઠકમાં નગરપાલિકા, પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વગેરેને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા કરવામા આવી હતી.

બેઠકમાં ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર, જીલ્લા વિકાસ અધિકારી બી. એમ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા ડો.રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ટિપ્સ / કેરી ખરીદતા પહેલાં જ આવી રીતે જાણો કે તે મીઠી છે કે ખાટી, કાપ્યા પછી નહીં થાય પછતાવો

ટિપ્સ / કેરી ખરીદતા પહેલાં જ આવી રીતે જાણો કે તે મીઠી છે કે ખાટી, કાપ્યા પછી નહીં થાય પછતાવો ~ #369News

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું..

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું.. ~ #369News