પાટણ તા. 21 પાટણ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ગુજરાત ભર માં ચાલતા ગ્રૂપો માં “બિટીયા ચલો સ્કૂલ ” કાર્યક્રમ અંતર્ગત દાતા ગં. સ્વ.ગીતાબેન આર શાહ ના સહયોગથી શાળામાં પ્રવેશ કરતી માત્ર કન્યાઓ ને સ્કૂલબેગ સાથે શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામા આવ્યું હતું. પાટણ શહેરની ઠક્કર બાપા પ્રાથમિક કન્યા શાળામાં બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ કરતી 45 કન્યાઓને દાતા સ્વ. રજનીકાંત કે શાહ ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે ગં. સ્વ. ગીતાબેન આર શાહ ના સહયોગથી સ્કૂલબેગ અને શૈક્ષણિક કીટ નું સવારે વિતરણ કરવામાં આવેલ હતું તો બપોર પછી ડેર પ્રાથમિક શાળામાં 15 સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ સાથે કુલ 60 બેગ સાથે શૈક્ષણિક કીટ વિતરણ દાતા પરિવાર દ્વારા કરાયું હતું.
આ શૈક્ષણિક પ્રોજેકટ માં ડીસ્ટ્રીક ડિરેક્ટર નટુભાઈ દરજી,મંત્રી પ્રહલાદભાઈ પટેલ, સહમંત્રી પ્રહલાદ એ પટેલ, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ખમાર, નગર સેવક દેવચંદભાઈ પટેલ સહિત સ્કૂલ આચાર્ય રાજેશભાઇ શ્રીમાળી એ ઉપસ્થિત રહી જાયન્ટ્સ પાટણ ગ્રૂપ અને દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી