fbpx

ચાણસ્મા-હારીજ માગૅ પર કંબોઈ ની નર્મદા કેનાલમાં હારીજ ના યુવાને મોતની છલાંગ લગાવી..

Date:

યુવાનની આત્મહત્યા નું કારણ જાણવા પોલીસે ચક્રોગતિમાન કયૉ..

પાટણ તા.21 પાટણ જિલ્લા ના હારીજ ચાણસ્મા હાઈવે પરથી પસાર થતી કંબોઈ ની નમૅદા કેનાલ માથી એક ઈસમની લાશ મળતા ચાણસ્મા પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પીએમ અર્થે ચાણસ્મા ની હોસ્પિટલ ખાતે ખસેડી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર આવેલ નર્મદા કેનાલમાં કોઈ અજાણ્યા વિસમે મોતની છલાંગ લગાવી હોવાની જાણ સ્થાનિકતંત્ર થતાં તેઓએ ધટના સ્થળે આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી નર્મદા ની મુખ્ય કેનાલ માંથી વહેલી સવારે લાશને બહાર કાઢી હતી તો બનાવની પોલીસને જાણ થતાં પોલીસે ધટના સ્થળે આવી કેનાલ પરથી મળી આવેલ બાઈક આધારે યુવાનની ઓળખ વિધિ હાથ ધરતા યુવાન હારીજનો જીતુ રાવળ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ.

પોલીસે લાશનું પંચનામું કરી ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડી મૃતક યુવાનના વાલી વારસોને જાણ કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. નમૅદા કેનાલમાં મોતની છલાગ લગાવનાર યુવાને કયાં કારણોસર પોતાની જીવનલીલા સંકેલી લીધી છે તે જાણવા પોલીસે ચક્રોગતિમાન કયૉ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની તપોવન સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી..

વિદ્યાર્થીઓએ પોતાના શરીરને તંદુરસ્ત અને મસ્ત રાખવા નિયમિત યોગ-...

પાટણ ની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિધાર્થી એ સ્વિમિંગ ની વેસ્ટ ઝોન સ્પર્ધા ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા..

આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા રાજકોટ ખાતે યોજાનાર...

પાટણ શહેર અને જિલ્લામાં બાળ લગ્નો થતા અટકાવવા તંત્રની અપીલ કરાઈ..

પાટણ તા. ૪પાટણ શહેર સહિત જિલ્લામાં અગામી "અક્ષય તૃતીય"...