google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ નગરદેવી કાલીકા માતાજી સન્મુખ પંચાવનસાધક-સાધિકાઓ દ્વારા સામુહિક પંચકુંડી મહાયજ્ઞ યોજાયો..

Date:

એક લાખ ગાયત્રી મહામંત્રનું જપાનુષ્ઠાન કરાયું..

પાટણ તા. 23 પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં રવિવારના રોજ સવાર થી સાંજ સુધી પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી સદાશિવ આશ્રમ,મોટેરા, અમદાવાદના પંચાવન સાધક સાધ્વીઓ દ્રારા વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે શ્રી પંચકુડ હોમાત્મક યજ્ઞ સાથે શ્રી ગાયત્રી મહામંત્રના એક લાખ જપાનુષ્ઠાન કયૉ હતા. શ્રી પંચકુંડ હોમાત્મક યજ્ઞમાં વિવિધ પ્રકારના દ્રવ્ય આહુતિ અપૅણ કરવામાં આવી હતી.આ પાંચકુંડી હોમાત્મક યજ્ઞ સહિત એક લાખ શ્રી ગાયત્રી જપાનુષ્ઠાન ના ધામિર્ક પ્રસંગ નિમિત્તે નગર દેવી કાલિકા માતાજી ને નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

પાટણ શહેરમાં શ્રી નગરદેવી કાલિકા માતાજી સમક્ષ પહેલી જ વાર આયોજિત આ મહાયજ્ઞમાં પોતાનું કલ્યાણ સાધવા માટે મનોબળ, પ્રાણબળ, બાહુબલી, વિચારબળ અને આત્મબળ આ પાંચ પ્રકારના બળની યાચનારુપે આહુતિ આપવામાં આવી હતી, સમગ્ર ભારતવર્ષ આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક આમ ત્રિવિધ પ્રકારે શક્તિ સંપન્ન થઇને સમગ્ર વિશ્વને કલ્યાણમાર્ગે સંચાલન કરે તેવી મહાભિલાષાની પૂર્તિ અર્થે પંચાવન સાધક-સાધિકાઓ દ્વારા સામુહિક રુપે આ પંચકુંડી મહાયજ્ઞ તથા એક લાખ ગાયત્રી મહામંત્રનું જપાનુષ્ઠાન યોજવામાં આવ્યું હતું. આ અદ્વિતિય શુભ પ્રસંગે શ્રી માતાજી ને અનન્ય શૃંગાર અને તાજા ફુલોની અને વિદેશી ફુલોની સંયુક્ત કલાત્મક આંગીની રચના કરવામાં આવી હતી.જેના દર્શન નો લાભ લઇ સૌ ભકતોએ ધન્યતા અનુભવી હતી. શ્રી માતાજીના સંપૂર્ણ શૃંગાર દર્શન સવાર થી રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા મુકવામાં આવ્યા હતા. તો શ્રી માતાજીની સવારની શૃંગાર આરતી કરાઈ હતી.અને સંધ્યા આરતી સાંજે 7- 15 વાગે કરવામાં આવી હોવાનું મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચારણકા સોલાર કંપનીઓ નો જમીન મહેસુલનો બાકી રૂ. 67.00 લાખ ના વેરાની વસુલાત કરતું તંત્ર.

જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિનાં માર્ગદર્શન હેઠળ GPCL દ્વારા જમીન...

પાટણ વાડા 100 ગોળ રોહિત સમાજના વર્ષ 2025 ની નવીન કારોબારી રચાઈ..

પ્રમુખ પદે અશોકભાઈ વિરાભાઈ સોલંકી દેલમાલ વાળા ની સવૉનુમતે...

પાટણ ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ મિલકતો એક માસની મુદત આપી ખોલાઈ…

સીલ મારેલ દુકાનો અને કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટી અને ફાયર...