fbpx

ચારણકા સોલાર કંપનીઓ નો જમીન મહેસુલનો બાકી રૂ. 67.00 લાખ ના વેરાની વસુલાત કરતું તંત્ર.

Date:

પાટણ તા.૨૭
સાંતલપુર તાલુકામાં કુલ-56 ગ્રામ પંચાયતો તેમજ 71 મહેસુલી ગામો છે. જે 71 મહેસુલી ગામોનું ચાલુ મહેસુલી વર્ષ સુધીનું જમીન મહેસુલનું કુલ માંગણુ રૂ. 1,06,89,933.75/- છે. સાંતલપુર તાલુકાના ચારણકા ગામે સોલાર પાર્ક આવેલ છે. જેમાં અલગ અલગ સોલાર કંપનીઓ આવેલ છે.

જેનો ચાલુ મહેસુલી વર્ષ સુધીનો જમીન મહેસૂલનો બાકી વેરો રૂ. 61,15,399/- તથા શિક્ષણ ઉપકરનો બાકી વેરો રૂ. 6,11,540/- મળી કુલ રૂ.67,26,
939/- વેરો બાકી હતો. જે બાકી વેરો GPCL પાસેથી વસુલ કરવાનો થતો હોઈ ચારણકા ગ્રામ પંચાયત દ્રારા GPCLને માંગણા બીલ આપી બાકી વેરો ભરપાઈ કરવા જણાવેલ હતું.

પરંતુ GPCL દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવ્યો નહોતો. ચાલુ મહેસુલી વર્ષને 1- માસ બાકી હોઈ જિલ્લા વિકાસ અધિકારી, પાટણ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ), પાટણના માર્ગદર્શન હેઠળ તલાટી કમ મંત્રી, ચારણકા અને તાલુકા વિકાસ અધિકારી, સાંતલપુર દ્વારા જમીન મહેસુલ અધિનિયમની કલમ-152 તથા 154 મુજબ કાર્યવાહી કરતા GPCL દ્વારા ચાલુ મહેસુલી વર્ષ સુધીનો જમીન મહેસૂલનો બાકી વેરો રૂ.61,15, 399/- તથા શિક્ષણ ઉપકરનો બાકી વેરો રૂ.6,11, 540/- મળી કુલ રૂ.67,26,939/- તા. 23 જુલાઈ ના રોજ ભરપાઈ કરેલ હોવાનું તાલુકા વિકાસ અધિકારી સાંતલપુરનાઓએ જણાવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ વાડા ગુરૂબ્રાહ્મણ સમાજ સમાલ પર ગણા વિકાસ ટ્રસ્ટ ની વાર્ષિક સાધારણ સભા મળી..

ઉપસ્થિત સમાજના દાતા પરિવારોએ સમાજની ઉન્નતિ માટે દાનની સરવાણી...

માતૃ દિવસના ઉપ્લક્ષમાં પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે માતાઓની આરોગ્ય ચકાસણી અર્થે કેમ્પ યોજાયો..

માતૃ દિવસના ઉપ્લક્ષમાં પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે માતાઓની આરોગ્ય ચકાસણી અર્થે કેમ્પ યોજાયો.. ~ #369News

પાટણ શહેર સહિત પંથકમાં વરસાદી ઝાપટા વરસતા નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યાં..

શહેરના રેલવે નાળા અને કોલેજે અંડર બ્રીજ મા ભરાયેલ...

ગાંધીનગર આયોજિતકલા ઉત્સવમાં કે.કે ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓ ઝળકી..

પાટણ તા. 22 GCERT- ગાંધીનગર દ્વારા આયોજિત G-20 વસુધૈવ...