પાટણ તા. 23 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજીયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે હ્યુમન એનાટોમી પર વર્કશોપ સાથે હ્યુમન ઈવોલ્યુશન અને ડાયનોસોર ના જીવન પર સાયન્ટિફિક શો નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.
સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ સહભાગીઓને સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓ વિશે વિસ્તૃત માં માહિતી આપી અને સાયન્સ સેન્ટર ભવિષ્ય માં વિદ્યાર્થીઓને કઈ રીતે મદદ કરી શકે તેની માહિતી આપી હતી. ત્યારબાદ નિષ્ણાત ગાઈડ દ્વારા માનવ શરીર ના જુદા જુદા ભાગો નું ઈન્ટરેક્તિવ મોડેલ દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું હતું. સહભાગીઓએ સાયન્સ સેન્ટરની પાંચ જુદી-જુદી ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી હતી.
અહેવાલ યશપાલ સ્વામી