google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના જગદીશ મંદિર પરિસર ખાતે એકાદશીના પર્વની 31 યજમાનો દ્વારા ઉજવણી કરાઈ..

Date:

જગદીશ મંદિર પરિસર ખાતે એકાદશી નિમિત્તે સુંદર મજાની રંગોળી અંકિત કરવામાં આવી..

એકાદશી ની પૂજા અર્ચના સાથે ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞ કરાયો..

પાટણ તા. 12 પાટણ શહેરના જગદીશ મંદિર પરિસર ખાતે ધાર્મિક તહેવારોની ભક્તિ સભર માહોલમાં ટ્રસ્ટી મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે શનિવારના પવિત્ર દિવસે એકાદશીના વ્રતની સમૂહમાં શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે ઉજવણી કરવામાં આવી હતી.

પાટણના જગદીશ મંદિર પરિસર ખાતે એકાદશી વ્રતની સમૂહ ઉજવણીના પવિત્ર પ્રસંગે વહેલી સવારે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના અને મહા આરતી બાદ ભગવાન સન્મુખ સુંદર મજાની એકાદશી વ્રતની ઉજવણી ને અનુલક્ષી ધાર્મિક રંગોળી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ 31 જેટલા યજમાન પરિવારો દ્વારા એકાદશી વ્રતની પૂજા અર્ચના સાથે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ ધાર્મિક પ્રસંગે પાટણના બ્રાહ્મણો દીપક મહારાજ, ચિન્ટુ મહારાજ, જગન્નાથ મંદિરના પૂજારી કનુભાઈ શુક્લ સહિતના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવી હતી.પાટણ શહેરના જગદીશ મંદિર પરિસર ખાતે શનિવાર ના પવિત્ર દિવસે આયોજિત કરાયેલ અગિયારસ ની સમૂહમાં ઉજવણીને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત સેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની પી. એમ. પટેલ ગુરુકુળ વિધા વિહાર ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો…

શાળામાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને ડો.છત્રાલીયા અને ડો. પ્રજાપતિ દ્રારા...

પાટણ શહેર સહિત જિલ્લા માં સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ તાલીમ અપાશે..

પાટણ શહેર સહિત જિલ્લા માં સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ તાલીમ અપાશે.. ~ #369News

પાટણ સહિત સમગ્ર જિલ્લામાં શિતળા સાતમ પવૅની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી..

મહિલાઓએ પરિવારમાં શીતળતા બની રહે તેવી કામનાઓ વ્યકત કરી..પાટણ...

હિન્દુ સંસ્કૃતિ ને ઉજાગર કરતા પાલડી ના ભરવાડ પરિવારે પુત્રની જાન ગાડામાં જોડી…

વર્ષો પૂર્વે ગાડામાં નીકળેલી જાનને જોઈ લોકો આશ્ચર્યચકિત બન્યા..પાટણ...