મહિલાઓએ પરિવારમાં શીતળતા બની રહે તેવી કામનાઓ વ્યકત કરી..
પાટણ તા. ૨૫
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શિતળા સાતમ નિમિત્તે શિતળા માતાના પૂજન અર્ચન અને દર્શનાર્થે મંદિરોમાં સવાર થી જ ભાવિકો ની ભીડ જામી હતી. બાળકોની બાધા આખડીમાં મહિલાઓએ સુખડી , સાકર , કુલેર અને પાણીની મટકી મૈયાના ચરણોમાં અર્પણ કરી હતી .જયારે પરિવારમાં શિતળતા માટે શિતળા માતાના દર્શન કરી ગૃહિણીઓએ ઘરે ચૂલો પ્રગટાવ્યો નહોતો. શનિવાર નું રાંધણ રવિવારે ભોજનમાં લઈને ટાઢી સાતમ ઉજવી હતી.
પાટણના છીંડીયા દરવાજા નજીક આવેલા વર્ષો જૂના શીતળા માતાજી મંદિરમાં સવારથી પૂજન અર્ચન અને દર્શનાર્થે લોકો ઉમટતા લાંબી લાઈન લાગી હતી . મંદિરમાં શ્રીફળ,ચુંદડી સાથે મહિલાઓએ શિતળા માતાજીના પૂજન અર્ચન કર્યા હતા . ખોખરવાડા અને છીડિયા સ્થિત પ્રાચીન શિતળા માતાના મંદિરમાં મહિલાઓ બાળકો સાથે મૈયા સન્મુખ શીશ નમાવી જીવનમાં શિતળતાની પ્રાર્થના કરી હતી .
સવારથી મંદિરમાં દર્શનાર્થીઓનો ધસારો રહ્યો હતો . જ્યાં બાધા આખડીમાં પ્રસાદી સાદર કરી શિતળા માતાના દર્શનનો લ્હાવો લીધો હતો .મંદિર પરિસર બહાર મેળા નો માહોલ જામ્યો હતો તો બાળકો ચકડોળ, જમ્પિંગ જાપાક માં કૂદાકૂદ કરી મજા લીધી હતી અને મેળા ની મજા લેતા જોવા મળ્યા હતા.
પાટણ યુનિવર્સિટી રોડ પર આવેલા સિંધવાઈ માતા https://sarkarinaukaricom.com/ શિતળા માતાના દર્શનાર્થે ટીબી ત્રણ રસ્તા હાઈવે વિસ્તારની સોસા યટીઓમાંથી મહિલા દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા . જયાં શિતળા માતાજીના પૂજન અર્ચન કર્યા હતા. આમ ભક્તિ મય માહોલમાં શિતળા સાતમ પવૅની ઉજવણી કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી