fbpx

પાટણ શહેર સહિત જિલ્લા માં સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ તાલીમ અપાશે..

Date:

પાટણ તા. 11
સિનિયર સિટિઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત SHE ટીમને સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ લગત તાલીમ આપવામાં આવી હતી.પાટણ જિલ્લામાં સાઇબર ક્રાઈમ ના કેસ સામે આવી રહ્યા છે ત્યારે સિનિયર સિટિઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત SHE ટીમને સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ લગત તાલીમ આપવામાં આવી હતી.

લોકો જાગૃતિ ના અભાવે સાયબર ક્રાઇમનું પ્રમાણ આવનાર સમયમાં દિન-પ્રતિદિન વધી રહેલ છે, જેનું મુખ્ય કારણ પ્રજાજનોમાં જાગૃતિનો અભાવ જણાય છે.જેને લઈ રાજ્ય પોલીસ દ્રારા ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા સિનિયર સિટિઝન સાયબર ક્રાઇમનો ભોગ ન બને, તે માટે તેઓને જાગૃત કરી સાયબર ક્રાઇમ બાબતે જાગૃત કરવા સારૂ તા.11/04/23થી તા.22/04/23 દરમ્યાન એક વિષેશ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવા નિર્ણય લેવામાં આવેલ છે.

જે અન્વયે જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક પાટણનાઓની થયેલ સુચના લઈ કે.કે.પંડ્યાના.પો.અધિક્ષક મુખ્ય મથક પાટણનાઓની ઉપસ્થિતિ માં મંગળ વારે પાટણ જીલ્લાના પો.સ્ટે.માં SHE ટીમમાં ફરજ બજાવતા અધિકારી,કર્મચારી ઓને સીનીયર સીટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ લગતની તાલીમ આપવામાં આવી હતી.

જેમાં શી-ટીમના કર્મચારી ઓ એ તા.11/04/23 થી તા.22/04/23 દરમ્યાન દરરોજ તેઓના વિસ્તારમાં ઓછામાં ઓછા 10 સિનિયર સિટિઝનની રૂબરૂ મુલાકાત લેવાની રહેશે. તેમજ સિનિયર સિટિઝનની રૂબરૂ મુલાકાત વખતે આપવામાં આવેલ સુચનાપત્ર ઉપરાંત સિનિયર સિટિઝનની સુરક્ષા માટે તથા તેઓને પડતી અન્ય મુશ્કેલી ઓ બાબતે પણ જાણકારી મેળવી ઉપરી અધિકારીને માહિતગાર કરવાના રહેશે. તેમજ પો.સ્ટે. વિસ્તાર માં જે સ્થળો એ વૃધ્ધાશ્ર મો આવેલ છેતે સ્થળના પો.સ્ટે. ઇન્ચાર્જએ વૃધ્ધાશ્રમ માં રહેતા સિનિયર સિટિઝન ની મુલાકાત લઇ તેઓના કુટુંબીજ નો સાથે કોઇ વિવાદ હોય તેવા કિસ્સાઓમાં સુમેળભરી રીતે વિવાદ ઉકેલવા યથાયોગ્ય પ્રયત્નો કરવા સુચના આપવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રીપાટણ તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના ચૈત્રી માસ નિમિત્તે આયોજિત સમુહ ગરબા મહોત્સવ ના સમાપન પ્રસંગે નવચંડી યજ્ઞ કરાશે…

શ્રીપાટણ તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના ચૈત્રી માસ નિમિત્તે આયોજિત સમુહ ગરબા મહોત્સવ ના સમાપન પ્રસંગે નવચંડી યજ્ઞ કરાશે… ~ #369News

પાટણના ૐ જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટને દાતાઓ તરફથી રોટી મેકર મશીન અપૅણ કરાયું..

દાતાઓના દાનની સરાહના માટે ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન સમારોહ...

પાટણ સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટ પાછળ અજાણ્યા યુવકની તરતી લાશ મળી આવી..

અજાણ્યા યુવકની હત્યા કે આત્મહત્યા મામલે પોલીસે ચક્રો ગતિમાન...