પાટણ તા. 15 પાટણ જિલ્લામાં 15 ઓગેસ્ટએ 77 માં સ્વાતંત્રદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટણ પાલિકા દ્રારા બગવાડા ખાતે,કુલપતિ દ્રારા યુનિવર્સિટી કેમ્પસમાં ડીસ્ટ્રીક્ટ જજ દ્રારા કોટૅ કેમ્પસમાં ,ભાજપ દ્રારા ભાજપ કાર્યાલય ખાતે, કોગ્રેસ દ્રારા કાર્યાલય ખાતે તેમજ શહેર ની વિવિધ સ્કૂલોમાં ઠેરઠેર રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાયું હતું. પાટણ શહેરમાં નગર પાલિકા દ્વારા બગવાડા ચોક ખાતે આયોજિત ધ્વજ વંદન કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે ધ્વજ વંદન કરી નગરજનો જોગ સંદેશો પાઠવ્યો હતો.
આ પ્રસંગે પાલિકા ના ચીફ ઓફિસર સહિત કોર્પોરેટરો, નગરપાલિકા ના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહયો હતો. જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ‘ ખાતે પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું જેમાં જિલ્લા, તાલુકા ,શહેરના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.તો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ધ્વજવંદન ની ઊજવણી કરવામાં આવી હતી.
જયારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કા. કુલપતિ ડો.રોહિત દેસાઈ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. યુનિ ખાતે યોજાયેલ ધ્વજ વંદન મા કા.કુલસચિવ કે. કે. પટેલ, તેમજ વહીવટી અધિકારીઓ સહિત વિભાગોના વિદ્યાર્થીઓઓ તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો. પાટણ જિલ્લા અદાલત ખાતે 77 માં સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક જજ હિતાબેન ભટ્ટ ના હસ્તે ધ્વજ વંદન સાથે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બીજા એડિશનલ સેસન જજ સહિત વકીલો અને કોટ ના કર્મચારીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.આમ પાટણ શહેરમાં 15 મી ઓગસ્ટ સ્વાતંત્રદિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી