fbpx

પાટણ નગરપાલિકા ના નવનિયુકત ચિફ ઓફીસરને વિપક્ષના સભ્યોએ સ્વાગત કરી આવકાયૉ..

Date:

શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાના સુચનને પરિપૂર્ણ કરવા ચીફ ઓફિસરે કટીબદ્ધતા વ્યકત કરી..

પાટણ તા. 15 પાટણ નગરપાલિકા ના નવ નિયુક્ત ચીફઓફિસર નીતિનભાઈ નું કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા આશાબેન ભરતજી ઠાકોર, વોર્ડ નંબર 2 સહિત કોંગ્રેસ પક્ષના સભાસદ નેહાબેન વિજયભાઈ પટેલ તથા વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર અને શહેર કોગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયાએ સ્વાગત કરી આવકાયૉ હતાં.પાટણ નગર પાલીકા ના નવનિયુકત ચિફ ઓફીસર ના વિપક્ષ કોર્પોરેટર દ્વારા આયોજિત સ્વાગત આવકાર કાર્યક્રમ પ્રસંગે વિપક્ષના કોર્પોરેટરો એ નવનિયુક્ત ચીફ ઓફિસર ને શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ જેવી કે સ્વચ્છતા, સ્ટ્રીટ લાઈટ, પાણી, ભૂગર્ભ ગટર ની સેવાઓ સમયસર મળે તે માટે નકકર કામગીરી નું આયોજન કરવા સુચન કયુઁ હતું. તો વિપક્ષના સભ્યો દ્રારા કરાયેલ આવકાર સ્વાગત કાર્યક્રમનો ચિફ ઓફીસરે આભાર વ્યક્ત કરી શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બને તે દિશામાં કાયૅ કરવાની હૈયાધારણ આપવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સમી ના અમરાપુર પાટી ના સીમ વિસ્તાર માથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : બુટલેગર ફરાર.

બાતમીના આધારે પાટણ એલસીબી ટીમે ઓપરેશન પાર પાડયું… પાટણ તા....