પાટણ તા. 14 હિન્દૂ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસમાં વ્રતો અને ઉત્સવોનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ પાંચમાં આવેલ હાસાપુર ગામમાં મારુતિ હનુમાનદાદા મંદિર પરિસરમાં શ્રાવણ વદ તેરસના દિવસે તલના તેલનો અભિષેકનું ભક્તિ મય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હનુમાનજી મહારાજ ની પ્રતિમા ને ભાવિક ભકતો દ્રારા 151 કિલો તલના તેલનો અભિષેક કરી મંદિર પરિસર ખાતે હવનયજ્ઞ કરાયો હતો.
હાસાપુરમાં દાદાના મંદિરે આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, નગર પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ,કોર્પોરેટર દશરથજી ઠાકોર,ડેરીના મંત્રી વિઠ્ઠલભાઈ પટેલ,ગામના આગેવાન ભગાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગામ લોકોએ ઉપસ્થિત રહી દાદાના અભિષેક,દશૅન અને પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી