પાટણ તા. 23 મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બુધવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં ભાજપ આગેવાનો એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી તા. 25 અને 26 મી ઓગસ્ટના રોજ મતદાન ચેતના અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે,18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તેવા યુવાનોને નવા મતદાર બનાવવા માં આવશે. આ સાથે સાથે મતદાર યાદી માથી નામ કમી થઈ ગયેલ હોય અને નામોમાં સુધારો વધારો કરવાનો હોય તેના માટે પણ અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે 18 વર્ષ કરતાં વધારે ઉંમર ધરાવતા કોઈ પણ યુવાન મતાધિકારથી વંચિત ના રહી જાય તે માટે કેન્દ્રીય ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે આ અભિયાય નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાટણ લોકસભા મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી, ગોવિંદ પ્રજાપતિ, જગમાલસિંહ નાડોદા સહિત પાટણના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી