પાટણ એલસીબી ટીમે ચોરી ની સોલાર પ્લેટો સહિત રૂ. ૨.૨૨ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને દબોચ્યા.

પાટણ તા. ૧
રાધનપુર પો.સ્ટે.વિસ્તારના બંધવડ ગામેથી સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલ સોલાર પ્લેટો સહિત કુલ મળી કિં.રૂ.૨,૨૨,૨૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને બાતમી ના આધારે પાટણ એલસીબી ટીમે ઝડપી લઈ કાયદેસની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ તેમજ ચોરીઓ ના બનાવો ને અટકાવવા તથા અન ડીટેક્ટ ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ હોય જે વી.આર.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો રાધનપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ગૌટીંબા પાટીયા પાસેથી મહિન્દ્રા પીકપ ડાલા નંબર- GJ02Y4583 માંથી સોલાર પ્લેટો નંગ-૦૪ સાથે ત્રણ ઇસમો ને પકડી પાડી સદરી ઇસમોની પુછપરછ કરતાં તેઓ ત્રણેય ઇસમોએ ગઇ તા.૩૦/૦૩/૨૦૨૪ના રોજ રાત્રીના સમયે બંધવડ સોલાર પ્લાન્ટ માંથી સોલાર પ્લેટોની ચોરી કરેલાની કબુલાત કરતાં રાધનપુર પો.સ્ટે.ના વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢી એલસીબી ટીમે સદરી ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને વધુ તપાસ કરવા સારૂ રાધનપુર પો.સ્ટે.ને સોંપતા પોલીસે આરોપી પ્રતાપજી ભેમાજી સોમાજી ઠાકોર મુળ રહે.ઇસરવા મેઇન કેનાલ ઉપર તા.કાંકરેજ જી.બનાસકાંઠા હાલ રહે. તાંતિ યાણા તા. કાંકરેજ જી. બનાસકાંઠા, ચેતનજી ઉર્ફે ચેનાજી ચંપુજી ઠાકોર રહે. તાંતિયાણાતા. કાંકરેજ જી. બનાસકાંઠા, નભાજી ઉર્ફે નવઘણ પોપટજી ઠાકોર રહે.તાંતિયાણા તા. કાંકરેજ જી.બનાસકાંઠા વાળા ને ચોરીની સોલાર પ્લેટ નંગ-૦૪ કિં.રૂ.૭૨,૦૦૦,મહિન્દ્રા પીક અપ ડાલા નં. GJ02Y4583 કિં.રૂ.૧,૫૦,૦૦૦, બોક્ષ પાનુ પકડ નંગ-૦૧ કિં.રૂ.૨૦૦/- એમ કુલ મુદ્દામાલ કિં.રૂ.૨,૨૨,૨૦૦ સાથે કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.