ફાયર સિસ્ટમ સાત દિવસ માં ચાલુ કરવામાં નહિ આવે તો પાણી કનેક્શન કાપી લેવામાં આવશે..
પાટણ તા. 23 રીજિયોનલ ફાયર ઓફિસર દ્વારા ધારપુર GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માં ફાયર સિસ્ટમ ચાલુ છે કે બંધ છે તેનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે ચેકીગ દરમ્યાન ફાયર સિસ્ટમ સંપૂર્ણ બંધ હાલતમાં હોવાની સાથે પાઇપ માંથી પાણીનું પ્રેસર 7 કેસ્કયુ આવવુ જોઈએ તેની જગ્યાએ 4 કેસ્કયુ આવતું હોવાનું માલુમ પડતા મેડિકલ કોલેજમાં સંપૂર્ણ સિસ્ટમ પુનઃ ચાલુ કરવા સાત દિવસ ની મહેતલ આપવામાં આવી હતી જો સાત દિવસમા સિસ્ટમ કાયૅરત નહિ થાઈ તો પાણી કનેક્શન કાપી નાખવાની ચિમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં અવાર નવાર આગ લાગવા ના બનાવ બનતા હોય છે ત્યારે મોટી જાનહાની થતી હોય છે ત્યારે સરકાર દ્વારા તમામ હાઈરેજીંગ બિલ્ડીંગો, હોસ્પિટલ, શાળા કોલેજો માં ફાયર સેફટી ની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
ત્યારે ગાંધીનગર રિજિયોનલ ફાયર ઓફિસર હિમાંશુભાઈ પટેલ અને પાટણ ફાયર અધિકારી સ્નેહલ પટેલ દ્વારા પાટણ નજીક ધારપુર હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ની અંદર લગાવેલ ફાયર સિસ્ટમ નું સંચાલન સારી રીતે થાય છે કે નહીં તેની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જ્યાં જોતા જ ફાયર સિસ્ટમ સંપૂર્ણ બંધ હાલતમા જોવા મળી હતી. ધારપુર હોસ્પિટલ અને કોલેજની ફાયર સિસ્ટમ બંધ હોવાના કારણે ગાંધીનગર રીજિયોનલ અધિકારી દ્વારા સાત દિવસમાં સિસ્ટમ ચાલુ કરવા નોટિસ આપી હતી. જો સાત દિવસમાં સિસ્ટમ ચાલુ કરવામાં નહીં આવે તો પાણી કનેક્શન અને બિલ્ડીંગ કનેક્શન કાપવા માં આવશે તેમ જણાવ્યું હતું. પાટણ ફાયર ઓફિસર સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં પાટણ શહેરમાં દરેક હોસ્પિટલ, સ્કૂલ, ઉંચી બીલ્ડીગમાં સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવશે અને સિસ્ટમ ચાલુ નહિ હોય તો કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી