google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

તપોવન સ્કૂલ ની ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલી રાખડીયો પોલીસ ભાઈઓને બાંધી શુભકામનાઓ પાઠવી..

Date:

પાટણ તા. 28 શિક્ષણની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતી તપોવન સ્કૂલ, પાટણ પરિવાર દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વને અનુલક્ષીને શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે પાટણ બી ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા પીઆઈ સહિતના પોલીસ સ્ટાફને રાખડી બાંધી મોં મીઠું કરાવી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. તપોવન સ્કૂલ પરિવાર દ્વારા સોમવારના રોજ શાળાની ધોરણ- 8 ની વિદ્યાર્થીનીઓ સાથે બી. ડિવીઝનમાં ફરજ બજાવતા પીઆઈ એમ.એન.પટેલ તેમજ કચેરીના દરેક સ્ટાફ મેમ્બર ભાઈઓને વિદ્યાર્થીનીઓ દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ સમા રક્ષાબંધન નિમિત્તે પોતાની જાતે બનાવેલી રાખડીઓ બાંધી ને રક્ષાબંધન પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

તપોવન શાળા પરિવાર સાથે ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ સમા રક્ષાબંધન નિમિત્તે પોલીસ પરિવારના ભાઈઓને રાખડી બાંધવાના આ શુભ કાર્ય ને પાટણ બી ડિવિઝન પી.આઈ સહિતના સ્ટાફે સરાહનીય લેખાવી આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લિમ્બચ માતાજી મંદીરે પાટોત્સવ પ્રસંગે હવન સહિત ના ધામિર્ક ઉત્સવો ઉજવાયા..

પાટણ લિમ્બચ માતાજી મંદીરે પાટોત્સવ પ્રસંગે હવન સહિત ના ધામિર્ક ઉત્સવો ઉજવાયા.. ~ #369News

માતૃશ્રાધ્ધનું આસ્થા સ્થળ એવા સિધ્ધપુર ખાતે બે દિવસીય માતૃ વંદના ઉત્સવ 2023 નો પ્રારંભ.

ગાયક કલાકાર પ્રહાર વોરાનાં તાલે ઝૂમી ઉઠ્યું સિદ્ધપુર શહેર..પાટણ...

સાતલપુર ના ઝઝામ પાસેની કચ્છ તરફ જતી નમૅદા કેનાલ મા મસ મોટું ગાબડું પડતાં લોકોમાં ભય નો માહોલ છવાયો…

રાધનપુર નમૅદા વિભાગના અધિકારીઓ આળસ ખંખેરી તાત્કાલિક ભંગાણ થયેલ...