fbpx

પાટણના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ શ્રી રામની ચાંદી ની ચરણ પાદુકા અયોધ્યા ખાતે પુજા-અચૅન માટે હવાઈ માર્ગે લઈ જવાઈ..

Date:

પાટણ તા. ૧૦
ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થયા પછીની એમની આ પ્રથમ શ્રી રામનવમી શોભાયાત્રા પાટણ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગરના નેજા હેઠળ ભવ્યાતિભવ્ય રીતે પ્રથમવાર શહેર માથી શોભાયાત્રા નીકળવાની હોય જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકરો દ્વારા સુંદર તૈયારી ઓ કરવામાં આવી રહી છે.

પાટણ શહેર માથી સૌ પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ નીકળનારી ભગવાન શ્રી રામચંદ્રજી ની શોભાયાત્રા મા વિશેષતા રૂપે આ વર્ષે અયોધ્યા મા બિરાજમાન ભગવાન શ્રી રામચંદ્ર ની પ્રતિમાની હુબહુ 200 કિલો વજનની શ્યામવણૅ ના પથ્થર માથી રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રભુ શ્રી રામની પ્રતિમાને ચાંદી મઢીત રથમાં બિરાજમાન કરવામાં આવશે સાથે સાથે પાટણ નગરના કારીગરો દ્વારા બનાવેલી સવા પાંચસૌ ગ્રામ ચાંદી માથી તૈયાર કરવામાં આવેલ ભગવાન શ્રી રામચંદ્ર ની ચાંદીની ચરણ પાદુકા તૈયાર કરવામાં આવી છે જે ચરણ પાદુકા પણ અયોધ્યામાં પુજા અચૅના બાદ પાટણ સ્થિત નિકળનારી ભગવાન શ્રી રામચંદ્ર ની શોભાયાત્રા મા પાટણનાં રામ ભકતો માટે દશૅન માટે પ્રસ્થાપિત કરવામાં આવશે.

પાટણ ના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ચાંદી ની ભગવાન શ્રી રામચંદ્ર ની ચરણ પાદુકા ને અયોધ્યા સ્થિત બિરાજમાન ભગવાન શ્રી રામચંદ્ર ના ચરણોમાં પુજા અચૅન માટે પાટણ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ જીતેન્દ્રભાઈ ઠાકોર તેમજ વિશેષ સંપર્ક પ્રમુખ કે.ડી.મહાજન દ્વારા અમદાવાદ થી હવાઈ માર્ગે અયોધ્યા ખાતે જવા પ્રસ્થાન પામતા વિશ્વ હિન્દુ પરિષદના સૌ કાયૅકરો સહિત પાટણના રામભકતો દ્રારા ચરણ પાદુકા ને ભગવાન શ્રી રામ ના ગગનભેદી નારાઓ વચ્ચે પાટણથી અયોધ્યા પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પાદુકા ની અયોધ્યા મા બિરાજમાન પ્રભુ શ્રીરામના ચરણોમાં સેવા પૂજા વિધિ કરાવ્યા બાદ પરત પાટણ નગરમાં લાવી તે પાદુકા ને ભગવાન શ્રી રામચંદ્ર ની નીકળનારી શોભાયાત્રામા નગરજનોને ચરણ પાદુકા ના દર્શન માટે પ્રસ્થાપિત કરવામાં આવશે ત્યારે પાટણમાં સૌ પ્રથમ વાર અયોધ્યા સ્થિત સ્થાપિત ભગવાન શ્રી રામચંદ્ર ની પ્રતિમા ની હમશકલ પ્રભુ શ્રી રામની પ્રતિમા અને અયોધ્યા મા પુજા-અચૅન કરાયેલ ભગવાન ની ચરણ પાદુકા ના દશૅન નો લાભ મળનાર હોય ત્યારે પાટણ નગરના સર્વ રામભક્તો ને ભગવાન શ્રી રામચંદ્ર ની ચરણ પાદુકા સાથે પાટણ નગર માથી નીકળનારી શોભાયાત્રામા જોડાવવા વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર મંત્રી ભરતભાઈ જોષી સહિત વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર દ્રારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે ‘’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 18 "મારી માટી, મારો દેશ" અભિયાન અંતર્ગત...

પાટણના ભવાની મસાલા નજીક ની આંગણવાડી ની ભૂગર્ભ લાઈન ચોક અપ બનતાં નકૉગાર ની સ્થિતિ નિમૉણ પામી..

આંગણવાડી ના ભૂલકાઓ સહિત વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળે...

પાટણ લોકસભાની બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પાંચ લાખથી વધુ મતોથી જીતાડવા આહવાન કરાયુ..

પાટણ લોકસભાની બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પાંચ લાખથી વધુ મતોથી જીતાડવા આહવાન કરાયુ.. ~ #369News