fbpx

ખારીવાવડી ખાતેના પશુ આરોગ્ય સારવાર કેમ્પમાં 266 પશુઓને સારવાર અપાઈ…

Date:

પાટણ તા. 28 પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા ધનિષ્ઠ પશુ સુધારણા યોજના પાટણ દ્રારા જાતિય આરોગ્ય સારવાર જૂથ મથક ગજા દ્વારા પાટણ તાલુકાના ઉપકેન્દ્ર ખારીવાવડી ગામમાં જાતીય આરોગ્ય સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પશુવંધ્યત્વને લગતા રોગો જેવા કે ગરમીમાંના આવવુ, વારંવાર ઉથલા મારવા ,તરાઈ જવું,ગર્ભ પરીક્ષણ નિદાન, કુત્રિમ બિજદાન તથા કૃમિનાશક દવા પીવડાવી જેવા કેસો ની સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં ડો શૈલેષભાઈ પટેલ મદદનીશ પશુપાલન નિયામક જૂથ મથક ગજા,પ્રવીણભાઈ દેસાઈ,પશુધન નિરીક્ષક ખારીવાવડી, આર.એ.પરમાર, વી.બી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાં ગાય-ભેંસ 96,ઘેટાં બકરા,170 મળી કુલ 266 પશુઓને વિવિધ પ્રકારની સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પ ને સફળ બનાવવા માટે ગામના પશુધન નિરીક્ષક પ્રવિણભાઈ દેસાઈએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બાઈક પર લોકાચાર જઈ રહેલા ઠાકોર દંપતીને પાછળ આવી રહેલા ટેન્કરે ટક્કર મારતા દંપતીનું મોત નિપજયું..

અકસ્માતના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.. પાટણ...

વરાણામાં ખોડિયાર ધામ ખાતે 15 દિવસીય મીની કુભ સમાન મહામેળાનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ..

વરાણામાં ખોડિયાર ધામ ખાતે 15 દિવસીય મીની કુભ સમાન મહામેળાનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ.. ~#369News

પાટણ સહિત જિલ્લામાં શરૂ થતી ધો. ૧૦ અને ૧૨ ની બોડૅ પરિક્ષાઓની તૈયારીઓને આખરી ઓપ અપાયો…

પરીક્ષા કેન્દ્રો પર બેઠક નંબર જોવા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર...