google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ બી ડી સાર્વજનિક વિધાલયના વિધાર્થીઓ વિવિધ રમતોમાં સિધ્ધિ હાંસલ કરી ગૌરવ અપાવ્યું..

Date:

પાટણ તા. 29 પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી.સાર્વજનિક વિધાલયની ટીમે તાજેતરમાં જિલ્લાની શાળાકીય ભાઇઓ અને બહેનો ની જીમખાના ખાતેના રમત ગમત સંકુલ ખાતે આયોજિત બાસ્કેટબોલ સ્પર્ધામા ભાગ લીધો હતો. ભાઇઓ મા અંડર -14 , અંડર – 17 અને અંડર – 19 ની સ્પર્ધા મા શાળા ની ટીમે પ્રથમ નંબર મેળવેલ તથા બહેનો મા અંડર – 14, અંડર -19 પ્રથમ નંબર તથા અંડર -17 મા બીજો નંબર મેળવેલ જયારે લોન ટેનીસ મા અંડર – 17 પ્રથમ અને ત્રીજો તથા અંડર -19 મા પ્રથમ અને બીજો નંબર મેળવેલ તો સ્કેટિંગ સ્પર્ધા ભાઇઓ મા અંડર -19 પ્રથમ નંબર અને અંડર- 17 મા બીજો અને ત્રીજો નંબર મેળવેલ જ્યારે બહેનો મા અંડર -17 પ્રથમ નંબર મેળવેલ. સ્વિમિંગ સ્પર્ધા ભાઇઓ મા અંડર -17 મા 100 મી. બ્રેસ્ટ સ્ટોક મા પ્રથમ ,100 મી. ફ્રી સ્ટાઇલ મા બીજો અને 50 મી. બ્રેસ્ટ સ્ટોક મા બીજો નંબર મેળવેલ જ્યારે બહેનો મા 50 મી. બ્રેસ્ટ સ્ટોક મા પ્રથમ અને 50 મી. ફ્રી સ્ટાઇલ મા ત્રીજો નંબર મેળવેલ. બેડમિન્ટન ની સ્પર્ધા મા અંડર – 17 મા ચોથો નંબર મેળવેલ છે. જ્યારે તાલુકા કક્ષાએ વોલીબોલ સ્પર્ધા મા અંડર – 17 મા બીજો નંબર મેળવતા શાળાના આચાર્ય ડૉ.બી.આર.દેસાઈ એ તમામ વિજેતા અને ભાગ લેનાર વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વિધાર્થીઓને તૈયાર કરવામાં વ્યાયામ શિક્ષક પી.ડી.ઝાલા અને એસ.બી પ્રજાપતિએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

હીટ વેવની આગાહી પગલે જિલ્લા કલેકટર પાટણ અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પ્રજા જોગ તકેદારી સંદેશો પાઠવવામાં આવ્યો..

હીટ વેવની આગાહી પગલે જિલ્લા કલેકટર પાટણ અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પ્રજા જોગ તકેદારી સંદેશો પાઠવવામાં આવ્યો.. ~ #369News

પાટણ ના ચાણસ્મા હાઈવે પર પાલિકાના વાહન ચાલકે એકટીવા ને ટકકર મારતા ચાલક ઘવાયો..

ઈજાગ્રસ્ત એકટીવા ચાલક ને 108 દ્રારા તાત્કાલિક સારવાર માટે...