fbpx

રાધનપુર ના લોટીયા ગામે બિપરઝોય વાવાઝોડામાં નિરાધાર બનેલ વૃધ્ધાને વિચરતા સમુદાય સમથૅન મંચ દ્રારા નાના મકાનની ભેટ ધરાઈ..

Date:

પાટણ તા. 29 પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટીયા ગામે છાપરું બાંધી ને રહેતા વૃધ્ધા તેજીમાં બજાણીયા નું તાજેતરમાં આવેલ બીપોરઝોય નામ ના વાવાઝોડા માં છાપરું ઉડી જતાં વૃધ્ધા નિરાધાર બની બીજા ને ઘરે આશરો લેવો પડ્યો હતો.

આ બાબતે લોટીયા ગામ ના આગેવાન બજાણીયા બાબુભાઇ દ્રારા સેવાકીય પ્રવૃત્તિ કરતાં વિચરતા સમુદાય સમર્થન મંચ ના પાટણ જિલ્લાના કાર્યકર મોહનભાઈ બજાણીયા નો સમ્પર્ક કરીને સધળી હકિકત ની જાણ કરતાં વિચરતા સમુદાય સમર્થન મંચ અને દાતાની મદદથી રૂ. 1,15000 (એક લાખ પંદર હજાર ) ખર્ચી ને પાકી નાની ઓરડી બનાવી ઓરડીની ચાવી વિચરતા સમુદાય સમર્થન મંચ ના ફાઉન્ડર મિત્તલબેન પટેલ ના વરદ હસ્તે વૃધ્ધાને અપૅણ કરાતા નિરાધાર બનેલ લોટિયા ગામના વૃધ્ધા તેજીમાં એ હરખ ની લાગણી અનુભવી વિચરતા સમુદાય સમથૅન મંચના મિત્તલબેન સહિત ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ APMC ના કાયૅક્ષેત્ર મા અંગદાન કરનાર પરિવારને APMC રૂ.5 લાખ સહાય આપશે.

ભાજપ શાસિત પાટણ માર્કેટયાર્ડન ની મળેલી બોર્ડ બેઠકમાં સવૉનુંમતે...

આદર્શ મતદાન મથકો પર બાળકો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા

મતદારોને મતદાન આપવા મુશ્કેલી ન પડે તે માટે પાટણ...