પાટણ તા. 1 પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં પરણાવેલી થરાદની યુવતી સાસરીયાઓથી કંટાળી પોતાનું મગજનું સંતુલન ગુમાવ્યું હોય છેલ્લા કેટલાક દિવસોથી પોતાની સાસરીમાંથી નીકળીને પોતાની જીવન લીલા સંકેલી લેવાનો નિશ્ચય કરી ગતરોજ કેનાલ ઉપર ગુમસુમ હાલતમાં કેનાલ નજીક થી પસાર થતાં કેટલાક લોકો ને જોવા મળતા તેઓએ 181 અભયમ ટીમ નો સંપર્ક કરી સધળી હકીકત જણાવતાં અભયમ્ ટીમે ધટના સ્થળે દોડી આવી મહિલાની પુછપરછ ના અંતે આખરે મહિલાને સાત્વના આપી આશ્રય સ્થાન મા મુકી અભયમ્ ટીમ મદદરૂપ બની હતી. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ અભયમ ટીમને એક કોલ મળ્યો હતો કે એક બેન કેનાલની આસપાસ ફરી રહ્યા છે ત્યારે અભયમની ટીમે સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે બેન સાસરીના ત્રાસથી ડિપ્રેશનમાં હોય છેલ્લા સાત દિવસથી ઘરેથી નીકળી ગયા છે. જેમને ત્રણ બાળકો છે હાલ માં બેનની માનસિક સ્થિતિ પણ સારી ન હતી અને તેમનું સાસરું સાંતલપુર પંથકમાં હોવાનું જણાવ્યું હતું અને પિયર થરાદ હોવાનું જણાવ્યું હતું. આ બેન તેમના સાસરીયે જવાની ના પાડતા હતા. બેન તેમના ભાઈના ઘરે જવા માગતા હતા પરંતુ અભયમ દ્રારા ભાઈ નો સંપર્ક કરતા ભાઈની પરિસ્થિતિ પણ સારી ન હોવાના કારણે બેન ને સાંત્વના આપી અભયમ્ ટીમ દ્રારા આશ્રસ્થાનમાં મૂકી મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી