google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા પંચાયત કચેરી દ્વારા વિદાય અને આવકાર સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ કલેકટર તરીકે વિદાય લઈ રહેલા સુપ્રીતસિંઘ ગુલાંટીની પાટણ જિલ્લા માટે કરાયેલી કામગીરીની સરાહના કરાઈ..

નવનિયુક્ત કલેકટર અરવિંદ વિજયને સાલ અને બુકે અર્પણ કરી રૂડો આવકાર આપવામાં આવ્યો.

પાટણ તા. 5
પાટણ જિલ્લા પંચાયત કચેરી દ્રારા પાટણ જિલ્લા કલેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી વિદાય લઇ રહેલા સુપ્રીતસિંઘ ગુલાટી ને હૂંફાળું વિદાય માન આપવા માટેનો તેમજ પાટણ જિલ્લા કલેકટર તરીકે નવનિયુક્ત થયેલા અરવિંદ વિજયને ને સત્કારવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ વિદાય અને આવકાર સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોવિડની મહામારી ના સમયે નાના કર્મચારી થી માંડીને અધિકારી ઓ સાથે કલેકટર તરીકે નહીં પરંતુ એક પરિવાર ના સભ્ય તરીકે કામ કરનાર તેમજ પાટણ જિલ્લાના વિકાસ માં તેમજ પ્રાણ પ્રશ્નોને નિવારવામાં અગ્રેસર રહી કામ કરનાર કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી સાથે કરેલા કામોને વાગોળી તેઓને હુંફાળું વિદાય માન આપી ભેટ સોગાદો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

તો પાટણ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળનાર નવ નિયુક્ત અરવિંદ વિજયને ને પણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિ બેન મકવાણા સહિત જિલ્લા વિકાસ અધિકારી અને સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા બુકે અને સાલ ઓઢાડી રૂડો આવકાર આપવામાં આવ્યો હતો.પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે આયોજિત કરાયેલા વિદાય અને આવકાર સન્માન સમારોહ કાર્યક્રમ માં પાટણ જિલ્લા પંચાયત કચેરીના વિવિધ વિભાગના વડાઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચોમાસું શરૂ થતાં જ શહેરના લિંક રોડ પર જેસીબી મશીન થી શરૂ કરવામાં આવેલી કામગીરી સામે લોકોમાં રોષ..

જીયુડીસી દ્રારા સરકારની મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવામાં આવી...

NRLM યોજનાના સંકલનથી સ્વસહાય જૂથની બહેનોએ ગૃહઉદ્યોગની તાલીમ મેળવી.

પાટણ તા. 25 બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ...

પાટણ જિલ્લાના પાંચ શિક્ષકોએ રાજ્યની વિદ્યાપ્રવેશ કે. આર. પી. તજજ્ઞતરીકેની તાલીમ મેળવી..

પાટણ તા. ૧૫જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત તથા વડોદરા જિલ્લા શિક્ષણ...

અવસર લોકશાહી અંતગૅત પાટણમાં “રન ફોર વોટ” માટે મેરથૉન નું આયોજન કરાયું….

18 વર્ષથી વધુ વય ધરાવતાં યુવાનોમાં મતદાન માટે જાગૃતિ...