વળતર અંગે કોન્ટ્રાક્ટરે યોગ્ય જવાબ ન આપતા રોષે ભરાયેલા ખેડૂતો એ વળતર અંગે ના મામલાને કોર્ટમાં પડકારવાનો નિર્ધાર કર્યો…
પાટણ તા.1 પાવર ગ્રીડ ખાવડા આર ઇ ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા હાલમાં અમદાવાદ થી બનાસકાંઠા 765 કેવી ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઈન નાખવાનું કામ શરૂ કરાયું છે. આ લાઈન પાટણ તાલુકાના કુણઘેરગામની સીમમાંથી પસાર થાય છે.જેમાં ખેડૂતોની ઘણી જમીન કરાવાની સાથે ઉભા પાકને ભારે નુકશાન થઈ રહ્યું છે. તે ખેતરમાં 12×15 ની ચોકડી બનાવીને 15 ફૂટનો ઊંડો ખાડો ખોદીને ઉભા પાકને ભારે નુકસાન કરીને આ કંપની દ્વારા કામ ચાલુ કરી દીધું છે. ત્યારે જમીન વળતર અંગે ખેડૂતો એ કંપની પાસે વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર કંપની દ્વારા યોગ્ય જવાબ ન આપતા ખેડૂતોએ વિરોધ કરી આ કામ અટકાવ્યું હતું. અને સમગ્ર મામલાને કોર્ટમાં પડકારવાનો નિર્ધાર કર્યો હતો. વિશેષમાં ખેડૂત શૈલેન્દ્રસિંહ સોઢા એ જણાવ્યું હતું કે ગામના ખેડૂતોની જમીનના ટુકડા આ લાઈનના કારણે થઈ રહ્યા છે.
ખેડૂતો પાસે બે વીઘા જમીન હોય અને તે જમીન ઉપર આખા પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય અને એવામાં પાવર ટ્રાન્સમિશન લાઈનના ટાવર ઉભા કરાય તો નિરક્ષર ખેડૂતો જમીન વિહોણા બની જાય અને ભવિષ્યમાં આ લાઈન નાખ્યા પછી ખેડૂતના માથા ઉપરથી પસાર થનાર લાઈનમાં જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ ? તે અંગે કોઈ જવાબદારી કંપની લેવા તૈયાર નથી.
અન્ય ખેડૂત સ્વરૂપસિંહે જણાવ્યું કે આ ડબલ સર્કિટ ટ્રાન્સમિશન વીજ લાઈનના કારણે પશુના જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ ? અને એક થાંભલામાં પૂણો વિઘો જમીન કપાઈ જતા નાના ખેડૂત નાબૂદ થઇ જવાની બીક સતાઈ રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી