google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ વિહિપ અને બજરંગ દળ દ્વારા શહેર ની હોસ્પિટલો,કોમ્પ્લેક્સો અને જાહેર સ્થળોની દીવાલો પર લગાવાયેલી હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિમાઓને દૂર કરવામાં આવી..

Date:

હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચતી હોય દિવાલો પર ચોટાડાયેલીદેવી-દેવતાઓની પ્રતિમાઓને ઉખાડી સરસ્વતી નદીમાંમંત્રોચ્ચાર વચ્ચે વિસર્જિત કરાઈ..

પાટણ તા. 2 પાટણ નગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શહેરની હોસ્પિટલોમાં, કોમ્પલેક્ષો મા તેમજ જાહેર સ્થળો પર ની દિવાલ પર લગાવવામાં આવેલ હિન્દુ દેવી દેવતાઓની તકતીઓ દુર કરવાનો અને હિન્દુ ધર્મ ની આસ્થા ને ઢેસ પહોચતી અટકાવવાના સુતત્ય પ્રયાસો ને અનુરૂપ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

પાટણ નગર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા શહેરના જુના બસ સ્ટેન્ડ સામે આવેલ હીર બાળકોની હોસ્પિટલ ના ડો.હિરેનભાઈ પટેલ ના દવાખાનામાં લગાવેલ હિન્દૂ દેવી દેવતાના ફોટા જે ખૂબ ખરાબ સ્થિતિ મા હોઈ જે બાબતે અગાઉ ડોકટર ને જાણ કરી હિન્દુ દેવી દેવતાઓના ભીત પર લગાવેલ ફોટા સ્વૈચ્છાએ દૂર કરવા જણાવ્યું હતું પણ ડોકટર દ્રારા આ ફોટા દુર નહિ કરાતા અને હિન્દુ ઓની લાગણીઓ ને ઢેસ પહોચતી હોવાના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો હોસ્પિટલમાં પહોચી હોસ્પિટલ ની સીડી સહિત ના ભાગોમાં લગાવેલી તમામ હિન્દુ દેવી દેવતાઓની પ્રતિમાઓને ભગવાન શ્રી રામના જય જયકાર સાથે ઉખાડી તમામ પ્રતિમાઓને મંત્રોચ્ચાર વચ્ચે સરસ્વતી નદી મા પધારાવામા આવી હતી.

પાટણ નગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરની હોસ્પિટલોમાં તેમજ કોમ્પલેક્ષમાં અને જાહેર સ્થળોની દીવાલો પર લગાવાયેલી હિન્દુ ધર્મના દેવી-દેવતાઓની પ્રતિમાઓ દૂર કરવાના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓ જોડાયા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ભાવ રાગ અને તાલ નુ ત્રીવેણી સંગમ એટલે ભરતનાટયમ્ :ધારા પરીખ..

પાટણ ખાતે દેવાશી ડાન્સ એકેડેમી દ્રારા એન્યુઅલ ફંકશન યોજાયો…પાટણ...

પાટણ ના વાગડોદ ગામે રહેણાંક મકાનમાં બનાવેલ ગુપ્ત ભોયરામાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો…

પાટણ એલ.સી.બી.ટીમે બાતમીના આધારે ઓચિંતો છાપો માર્યો…પાટણ તા. ૯પાટણ...

પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્રારા લોકોની સુખાકારી ની રજૂઆત નહી સંભળાતા લોકો મા રોષ..

પાટણની નિષ્ફળ નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ઉઠી અનેક ફરિયાદો…પાટણની...