પાટણ ખાતે દેવાશી ડાન્સ એકેડેમી દ્રારા એન્યુઅલ ફંકશન યોજાયો…
પાટણ તા. 15
પાટણ ખાતે દેવાશી ડાન્સ એકેડેમી દ્રારા એન્યુઅલ ફંકશન અંતગૅત ભરતનાટ્યમ નો કાર્યક્રમ શહેરના ગાંધી સ્મૃતિ હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મહિલા આયોગના પૂવૅ સદસ્યા ડો.રાજુલબેન દેસાઈ,એકેડેમી ના સંચાલક ઘરા પરીખ, અશોક વ્યાસ, સુનિલ સોની, દિપક પરીખ,ઉષાબેન બુચ,ડો.ચિરાગ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધી સ્મૃતિ હોલ પાટણ ખાતે દેવાશી ડાન્સ એકેડેમી દ્રારા ભરતનાટ્યમ પર આયોજિત કાર્યક્રમમાં દેવાશી ડાન્સ એકેડેમી ના સંચાલિકા ધારા પરીખે જણાવ્યું હતું
કે ભાવ, રાગ અને તાલ નું ત્રિવેણી સંગમ એટલે ભરતનાટ્યમઆ કાર્યક્રમમાં બાલિકાઓએ અલગ અલગ કૃતિ રજુ કરી હતી.
આ કાર્યક્રમ ની સૌથી વિશેષ નોંધપાત્ર વાત એ હતી કે જે દિકરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો એમની માતાઓ એ પણ એક સુંદર કૃતિ રજુ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કયૉ હતા.સ્વાગત પ્રવચન સંસ્થા ના સંચાલક ધરાબેન પરીખે કર્યું હતું. અને આ કાર્યક્રમનાં સુત્રધાર આશ્લેષા પરીખ રહ્યા હતા.
તો પાટણની સ્વર સંદીપ મ્યુઝિકલ ગૃપનાસંદીપભાઈ ખત્રી એ ગીતો નો રસથાળ રજૂ કરી કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો.